એપ્રિલ 2026 ડિલિવરી માટે સોનાનો વાયદો પણ 1.82 ટકા અથવા ₹2,745 વધીને ₹1,53,858 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદીમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો.
ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે મંગળવાર, 20 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો થયો. MCX પર 5 ફેબ્રુઆરીના કોન્ટ્રેક્ટ માટે સોનું શરૂઆતના વેપારમાં ₹136 વધીને ₹1,45,775 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. જ્યારે પાછલા સત્રમાં તે ₹1,45,639 રૂપિયા પર બંધ થયુ હતું. તેના પહેલા સોનું 1.28 ટકા વધીને ₹1,47,514 પ્રતિ 10 ગ્રામની નવી સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું હતું.
એપ્રિલ 2026 ડિલિવરી માટે સોનાના વાયદા 1.82 ટકા અથવા ₹2,745 વધીને ₹1,53,858 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા. ચાંદીમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો. 5 ફેબ્રુઆરી, 2025ના રોજ પાકતા ચાંદીના વાયદા રેડ ઝોનમાં ખુલ્યા હોવા છતાં, પાછળથી તેઓએ મજબૂત વાપસી કરી. 3.11 ટકા અથવા ₹9674 વધીને ₹3,19,949 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા.

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,48,420 1,36,050
રાજકોટ 1,48,420 1,36,050
વડોદરા 1,48,420 1,36,050
સુરત 1,48,420 1,36,050
મુંબઈ 1,48,370 1,36,000
દિલ્હી 1,48,520 1,36,150
કેમ વધી રહ્યો છે ચાંદીનો ભાવ
એક એડવાઇઝરી અનુસાર ચાલુ પુરવઠાની અછતથી ચાંદીના ભાવને પણ મજબૂત ટેકો મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં, લંડન બજારમાં ચાંદીની ઉપલબ્ધતા પર ઘણી વખત દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ભાવ ઉંચા રહ્યા છે. ગ્રીન એનર્જી, સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આનાથી રોકાણકારોમાં સતત રસ અને ચાંદી માટે મજબૂત લાંબા ગાળાના અંદાજો ઉભા થયા છે.
જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.


