HomeRashifalBusinessBusiness : ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો...

Business : ચાંદી રૂ. 28,000 સસ્તી થઈ! એક સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. સોનાના ભાવમાં એક જ સપ્તાહમાં 11,000 રૂપિયાનો ઘટાડો આવતા તે 1.47 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, જે ગત 13 માર્ચે 1.58 લાખ રૂપિયાના સ્તરે હતું.

ચાંદીના ભાવમાં પણ 28,000 રૂપિયાનો ધરખમ ઘટાડો થયો છે, જેને કારણે તેની કિંમત પ્રતિ કિલો 2.60 લાખથી ઘટીને હવે 2.32 લાખ રૂપિયા થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને પગલે રોકાણકારો સોનામાંથી રોકાણ પાછું ખેંચીને રોકડ(ડૉલર) એકત્ર કરી રહ્યા છે, જેની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે.

2026ના વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું તેના સર્વોચ્ચ સ્તરથી અત્યાર સુધીમાં 28,903 રૂપિયા સસ્તું થયું છે, જ્યારે ચાંદી તેના ઓલટાઈમ હાઈ એટલે કે 3.86 લાખ રૂપિયાથી ઘટીને હવે 1.53 લાખ રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે. આમ, છેલ્લા 50 દિવસમાં ચાંદીના ભાવમાં થયેલો આ ઘટાડો રોકાણકારો અને ગ્રાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments