જાન્યુઆરી 2026માં ભારતીય બજારમાં નવી ડસ્ટરથી લઈને એક્સયુવીના ફેસલિફ્ટ મોડલ સુધીની અનેક કારો લોન્ચ થવા જઈ રહી છે.ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ માટે વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ ઉત્સાહજનક રહેવાની છે. કિઆ, મહિન્દ્રા, ટાટા મોટર્સ અને રેનો જેવી અગ્રણી કંપનીઓ પોતાની નવી એસયુવી (SUV), સેડાન અને ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવા માટે તૈયાર છે.
કિઆ મોટર્સ તેની લોકપ્રિય એસયુવી સેલ્ટોસનું સેકન્ડ જનરેશન મોડલ લોન્ચ કરશે, જે જૂના મોડલ કરતા લંબાઈ અને પહોળાઈમાં વધુ હશે. તેની ડિલિવરી જાન્યુઆરીના મધ્યથી શરૂ થવાની આશા છે. બીજી તરફ રેનો ઇન્ડિયા તેની આઇકોનિક ડસ્ટરને નવા અવતારમાં લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે, જેને 26 જાન્યુઆરી 2026ના રોજ રજૂ કરવામાં આવી શકે છે.

મહિન્દ્રા XUV7XO; મહિન્દ્રા તેની લોકપ્રિય XUV700નું ફેસલિફ્ટ વર્ઝન 5 જાન્યુઆરી 2026ના રોજ લોન્ચ કરશે, જેમાં મસાજ સીટ્સ અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવા ફીચર્સ હશે. સ્કોડા કુશાક ફેસલિફ્ટ; સ્કોડાની આ એસયુવીમાં હવે પેનોરમિક સનરૂફ અને ADAS લેવલ-2 જેવી અત્યાધુનિક સુવિધાઓ જોવા મળશે.
તેમજ ટાટા પંચ ફેસલિફ્ટ; ટાટા મોટર્સ પણ તેની માઈક્રો-એસયુવી પંચને નવા ડેશબોર્ડ લેઆઉટ અને મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન સાથે અપડેટ કરશે. નિસાન ગ્રેવિટે; નિસાન તેની પ્રથમ 7-સીટર કોમ્પેક્ટ એમપીવી (MPV) લોન્ચ કરીને ફેમિલી કાર સેગમેન્ટમાં પ્રવેશ કરશે. જાન્યુઆરી મહિનામાં લોન્ચ થનારા આ મોડલ્સમાં પેટ્રોલ, ડીઝલની સાથે હાઇબ્રિડ એન્જિનના વિકલ્પો પણ જોવા મળશે જે ગ્રાહકોને પસંદગીની વિશાળ તક પૂરી પાડશે.


