જોકે, ગયા અઠવાડિયે રજાઓને કારણે ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં, BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 5.89 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 11.05 પોઈન્ટ વધ્યો હતો.
દેશની ટોચની 10 કંપનીઓમાંથી 3 કંપનીઓએ શેરબજારમાં કામગીરીની દ્રષ્ટિએ અન્ય 7 કંપનીઓ કરતાં સારૂં પ્રદર્શન કર્યું છે. 3 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 75,800 કરોડથી વધુનો વધારો થયો હતો, જ્યારે 7 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 75,500 કરોડથી વધુનો ઘટાડો થયો છે. SBI અને ICICI બેન્કના માર્કેટ કેપમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે રિલાયન્સ અને TCS જેવી કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, ગયા અઠવાડિયે રજાઓને કારણે ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં, BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 5.89 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 11.05 પોઈન્ટ વધ્યો હતો. ત્યારે ચાલો જાણીએ કે દેશની કઈ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો હતો અને કઈ કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો.બીએસઈના ડેટા મુજબ આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ફોસિસના શેરોમાં વધારો થયો હતો, જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરોમાં સામૂહિક રીતે રૂપિયા 75,549.89 કરોડનું નુકસાન થયું હતું. આ 7 કંપનીઓના કુલ બજાર મૂડીમાં ઘટાડો આઈસીઆઈસીઆઈ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ફોસિસ દ્વારા રૂપિયા 75,855.43 કરોડના વધારા કરતા ઓછો હતો.

SBIનું બજાર મૂલ્યાંકન રૂપિયા 39,045.51 કરોડ વધીને રૂપિયા 9,62,107.27 કરોડ થયું, જેનાથી તે સૌથી વધુ લાભ મેળવનારી કંપની બની.
ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 31,014.59 કરોડ રૂપિયા વધીને 7,01,889.59 કરોડ રૂપિયા થયું. તે દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની છે.
દેશની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી લેન્ડર ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 5,795.33 કરોડ વધીને રૂપિયા 10,09,470.28 કરોડ થયું.
બીજી તરફ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન 23,952.48 કરોડ રૂપિયા ઘટીને 19,72,493.21 કરોડ રૂપિયા થયું.
દેશની સૌથી મોટી ઈન્ફ્રા કંપનીઓમાંની એક લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 23,501.8 કરોડ ઘટીને રૂપિયા 5,30,410.23 કરોડ થયું.
દેશની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા HDFC બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 11,615.35 કરોડ ઘટીને રૂપિયા 14,32,534.91 કરોડ થયું.
આ ઉપરાંત, દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઈઝેશન 6,443.38 કરોડ રૂપિયા ઘટીને 11,49,544.43 કરોડ રૂપિયા થયું.
દેશની સૌથી મોટી NBFC કંપની બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન 6,253.59 કરોડ રૂપિયા ઘટીને 5,91,447.16 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
જ્યારે દેશની સૌથી મોટી NBFC કંપની હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઈઝેશન 3,312.93 કરોડ રૂપિયા ઘટીને 5,54,421.30 કરોડ રૂપિયા થઈ ગયું.
દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસનું માર્કેટ કેપિટલાઈઝેશન 470.36 કરોડ રૂપિયા ઘટીને 11,60,212.12 કરોડ રૂપિયા થયું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્થાનિક સ્તરે સૌથી મૂલ્યવાન કંપની રહી, ત્યારબાદ HDFC બેન્ક, TCS, ભારતી એરટેલ, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોનો નંબર આવે છે.


