HomeRashifalBusinessBusiness : મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા,...

Business : મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz)માં અવરોધને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(OMCs)એ પ્રીમિયમ ઇંધણના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે.

ઇન્ડિયન ઓઇલના સૌથી શક્તિશાળી 100-ઓક્ટન પ્રીમિયમ ફ્યુઅલ XP100 ના ભાવમાં લિટર દીઠ Rs 11નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ Rs 149માં મળતું આ પેટ્રોલ હવે Rs 160 પ્રતિ લિટરના ભાવે મળશે. આ હાઇ-પર્ફોર્મન્સ ફ્યુઅલ મુખ્યત્વે લક્ઝરી કાર અને સુપરબાઇક્સમાં વપરાય છે. તેવી જ રીતે, પ્રીમિયમ ડીઝલ વેરિઅન્ટ Xtra Greenના ભાવમાં પણ વધારો થયો છે, જે હવે Rs 91.49થી વધીને Rs 92.99 પ્રતિ લિટર પર પહોંચ્યું છે.

બીજી તરફ, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. 19-kgના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1 એપ્રિલથી વધીને Rs 2,078.50 થયો છે, જે 1 માર્ચના રોજ Rs 1,768.50 હતો. આમ, એક જ મહિનામાં આશરે Rs 300થી વધુનો વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના (14.2-kg) સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે દિલ્હીમાં Rs 913 પર સ્થિર છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના વધતા ભાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. દિલ્હીમાં ATFનો નવો ભાવ Rs 2,07,341.22 પ્રતિ કિલોલિટર થયો છે. આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડતી ડોમેસ્ટિક એરલાઇન્સ માટે ATFના દરો Rs 816થી સીધા વધીને Rs 1,690 પ્રતિ કિલોલિટર થયા છે, જે લગભગ બમણાંથી પણ વધુ છે.

ઇંધણના વધતા ભાવ અને અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નિવેદન બહાર પાડીને લોકોને ગભરાઈને ખરીદી (Panic Buying) ન કરવા અપીલ કરી છે. મંત્રાલયે ખાતરી આપી છે કે દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments