E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું...

Business : વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું

સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર રાત સુધીમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી. એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓએ તેજીનો વળાંક લીધો છે.  

ચાંદીમાં તેજીનો માહોલ 

છેલ્લા 24 કલાકમાં ચાંદી ફરી મોંઘી થઈ છે. ચાંદી ગઈકાલે બજારની શરુઆતમાં 4000 રૂપિયા મોંઘી હતી પરંતુ દિવસના અંત સુધીમાં ચાંદી એકઝાટકે 13000 રૂપિયા જેટલી ઉછળી હતી અને આજે બજાર શરુ થતાં જ ચાંદીએ ફરી 1000 રૂપિયાથી વધુની તેજી બતાવતા 246214ની સપાટી કૂદાવી દીધી હતી. એટલે કે મંગળવારના  મોટા કડાકા બાદ છેલ્લા 24 કલાકમાં જ જે ચાંદી 226000ના નીચલા લેવલે પહોંચી હતી તે ફરી એકવાર 245000ની સપાટીને કૂદાવી ગઈ હતી. આજે ચાંદી 242439ના ભાવે ખૂલી હતી અને વાયદા બજારમાં ટ્રેડિંગ શરુ થતાં જ તે 246214ના લેવલને કૂદાવી ગઈ હતી. આમ છેલ્લા 24 કલાકમાં ચાંદીમાં કુલ 14000થી વધુનો ઉછાળો આવ્યો છે. 

સોનામાં પણ ઉછાળો 

સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં જે સોનું મંગળવારે મોડી રાતે 150000ના લેવલે પહોંચી ગયું હતું. તે આજે ગુરુવાર સુધીમાં ફરી તેજી દર્શાવતા 156312ના સ્તરે આવી ગયું છે. ગઈકાલે સોનું 4343 રૂપિયા જેટલું મોંઘું થયું હતું. રાતે સોનામાં પણ એકઝાટકે તેજી આવી હતી. જોકે આજે બજાર શરુ થતાં જ સોનામાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો અને સોનું 550 રૂપિયાની તેજી સાથે હાલ 156000ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારાને પગલે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે જેના પગલે સોનું-ચાંદી મોંઘા થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments