E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : સાવધાન! શું 1 એપ્રિલથી તમારો ફોન અને મેસેજ ચેક કરશે...

Business : સાવધાન! શું 1 એપ્રિલથી તમારો ફોન અને મેસેજ ચેક કરશે સરકાર? જાણો ઈનકમ ટેક્સના નવા નિયમો અંગેના વાયરલ મેસેજનું સત્ય

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 એપ્રિલ, 2026થી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા ઇમેઇલ અને સોશિયલ મીડિયાની તપાસ કરશે, જોકે સરકારે તેને ફેક ગણાવ્યું છે. PIB એ સ્પષ્ટતા કરી છે કે નવા કાયદા હેઠળ મોટી કરચોરીના કિસ્સાઓમાં ફક્ત સર્ચ ઓપરેશન દરમિય

સોશિયલ મીડિયા પર એક સમાચાર સામાન્ય કરદાતાઓનું ટેન્શન વધારી રહ્યા છે. એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા ઈનકમ ટેક્સ કાયદા હેઠળ સરકાર તમારા ફોન પર ડિજિટલી જાસૂસી કરવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલ 2026થી આવકવેરા વિભાગને તમારા બેંક ખાતા, ઇમેઇલ અને સોશિયલ મીડિયા ખાતાઓની તપાસ કરવાનો સીધો અધિકાર હશે. જો તમે આ સમાચારને સાચા માનીને તમારી પ્રાઈવેસીને લઈને ચિંતિત છો, તો ચિંતા ના કરો, સરકારે પોતાનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે, અને સત્ય કંઈક બીજું છે.

‘ઈન્ડિયન ટેક ગાઈડ’ (@IndianTechGuide) હેન્ડલ સાથે જોડાયેલી ઈન્ટરનેટ પરની એક પોસ્ટને ટાંકીને, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવો ઈનકમ ટેક્સ એક્ટ 2025માં કરચોરી અટકાવવાના નામે વિભાગને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી છે. વાયરલ સંદેશ મુજબ, વિભાગ નિયમિત તપાસ માટે તમારા પર્સનલ મેસેજિસ, સોશિયલ મીડિયા એક્ટિવિટી અને ઇમેઇલ્સની પણ તપાસ કરી શકે છે. સ્વાભાવિક છે કે, આવા દાવાઓથી સામાન્ય નાગરિકો ગભરાય, કારણ કે તે સીધા જ પ્રાઈવેસીના અધિકાર પર પ્રશ્નો ઉભા કરે છે. પરંતુ આપને જણાવી દઈએ કે, આ માહિતી અધૂરી અને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે.

આ વાયરલ દાવાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ તેની હકીકત તપાસી છે. PIB એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતો દાવો ખોટો છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવકવેરા વિભાગને કોઈના પણ ડિજિટલ સ્પેસ પર પોતાની મરજીથી જાસૂસી કરવાનો કોઈ સંપૂર્ણ અધિકાર કે મનસ્વી અધિકાર આપવામાં આવ્યો નથી. આ ફક્ત સંદર્ભ વિના ફેલાવવામાં આવતી અફવા છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ જૂઠ્ઠાણું હોય તો કાયદો ખરેખર શું કહે છે? PIB એ અહેવાલ આપ્યો છે કે આવકવેરા અધિનિયમ 2025ની કલમ 247 અંગે આ કન્ફ્યુઝન ઊભું કરવામાં આવ્યું છે. વાસ્તવિકતા એ છે કે આ કલમની જોગવાઈઓ ખૂબ જ કડક છે અને તેનો ઉપયોગ ફક્ત ચોક્કસ પરિસ્થિતિઓમાં જ થઈ શકે છે.

ઈનકમ ટેક્સ વિભાગ તમારા ડિજિટલ ડેટા જેવા કે ઈમેઈલ અથવા સોશિયલ મીડિયા એક્સેસ ત્યારે જ લઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ સામે ‘સર્ચ અને સર્વે’ કામગીરી ચાલી રહી હોય. એટલે કે, જ્યાં સુધી કરદાતા સામે મોટા પાયે કરચોરીના મજબૂત પુરાવા ન હોય અને વિભાગ સત્તાવાર રીતે દરોડા પાડી રહ્યો ન હોય, ત્યાં સુધી કોઈને પણ તમારા અંગત જીવનમાં દખલ કરવાનો અધિકાર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments