E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો...

Business : સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો

સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ શરુ થતાંની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. MCX(મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ના તાજા આંકડાઓ મુજબ સોનામાં ₹3,000થી વધુ અને ચાંદીમાં ₹15,000થી વધુનો એકઝાટકે વધારો નોંધાયો છે.

MCXના ડેટા મુજબ, ચાંદીના (Silver 05-Mar-26) ભાવમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,52,944.00 હતો, જેની સામે આજે બજાર શરુ થતાંની સાથે જ તે ₹2,63,061.00 પર ઓપન થઈ હતી. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદીનો ભાવ વધીને ₹2,67,911.00 પર પહોંચી ગયો છે, જે તેના અગાઉના બંધ ભાવથી અંદાજે ₹14,967.00 (+5.92%) જેટલો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીમાં ₹2,68,875.00 સુધીનું હાઇ લેવલ જોવા મળ્યું છે.

સોનાના (Gold 02-Apr-26) ભાવમાં પણ આજે મોટી રિકવરી જોવા મળી છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,56,876.00 હતો, જે આજે ₹1,58,458.00 પર ખુલ્યું હતું. હાલમાં સોનાનો ભાવ વધીને ₹1,60,053.00 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે અગાઉના બંધ ભાવ કરતા ₹3,177.00(+2.03%)નો ઉછાળો સૂચવે છે. સોનાએ આજે દિવસ દરમિયાન ₹1,60,600.00ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો છે.

આ એકઝાટકે આવેલા ઉછાળાને કારણે જ્વેલરી બજાર અને કોમોડિટી માર્કેટમાં હલચલ મચી ગઈ છે. વૈશ્વિક પરિબળો અને રોકાણકારોની નવી લેવાલીને કારણે કિંમતોમાં આટલો મોટો તફાવત જોવા મળી રહ્યો હોય તેમ જણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments