HomeRashifalBusinessBusiness : 1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા...

Business : 1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે

અલગ-અલગ કામો માટે અલગ-અલગ ડૉક્યુમેન્ટની જરૂર પડે છે. જેમ કે, આધાર કાર્ડનું પોતાનું અલગ કામ છે તો ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર આપણને અલગ કામ માટે પડે છે. તેવી જ રીતે પાન કાર્ડનું પણ પોતાનું અલગ કામ હોય છે અને તે જરૂરી દસ્તાવેજોની લિસ્ટમાં પણ આવે છે.

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો

આવી સ્થિતિમાં જો તમારું પાન કાર્ડ બની ચૂક્યું છે તો ઠીક છે. પરંતુ જો પોતાનું પાન કાર્ડ નથી બનાવ્યું અને 1 એપ્રિલ, 2026 અથવા ત્યારબાદ તેને બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એ જાણી લો કે હવે પાન કાર્ડના નિયમમાં 1 એપ્રિલ, 2026થી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

પાન કાર્ડને લઈને આવતીકાલથી કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે?

  • વર્તમાનમાં જો કોઈ વ્યક્તિ પાન કાર્ડ બનાવવા માગે તો તે પોતાના આધાર કાર્ડ દ્વારા બનાવડાવી શકે છે.
  • પરંતુ હવે 1 એપ્રિલ 2026થી નિયમો બદલાવા જઈ રહ્યા છે.
  • આધાર કાર્ડ ઉપરાંત અન્ય કેટલાક ડૉક્યુમેન્ટની જરૂર પડશે.

આવતી કાલથી કયા ડૉક્યુમેન્ટની જરૂર પડી શકે છે?

  • આધાર કાર્ડ ઉપરાંત તમારે વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જન્મ પ્રમાણપત્ર, પાસપૉર્ટ, હાઇસ્કૂલ (10મા ધોરણનું સર્ટિફિકેટ અથવા માર્કશીટ) અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલ સોગંદનામું વગેરેની જરૂર પડી શકે છે.

પાન કાર્ડમાં નામને લઈને શું ફેરફાર થઈ રહ્યો છે?

  • 1 એપ્રિલ 2026થી પાન કાર્ડમાં નામને લઈને પણ ફેરફાર થઈ રહ્યો છે.
  • હવે નિયમ પ્રમાણે આવતીકાલથી પાન કાર્ડમાં એ જ નામ પ્રિન્ટ થશે જે તમારા આધાર કાર્ડમાં હશે.
  • આવી સ્થિતિમાં જો આધાર કાર્ડમાં તમારું નામ ખોટું હોય, તો પહેલા તેને સુધારી લો અને પછી જ પાન કાર્ડ માટે અરજી કરો.

શું પાન કાર્ડ બનાવવા માટેનું ફોર્મ પણ બદલાઈ રહ્યું છે?

  • હાલમાં પાન કાર્ડ બનાવવા માટે તમે જે ફોર્મ ભરો છો તે પણ આવતીકાલથી એટલે કે 1 એપ્રિલ, 2026થી બદલાઈ રહ્યું છે.
  • આવતીકાલથી પાન કાર્ડ બનાવવા માટે એક નવું ફોર્મ આવશે અને આ સાથે જ પાન કાર્ડને અપડેટ કરવા માટે પણ એક નવું ફોર્મ આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments