HomeRashifalBusinessBusiness : 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો, જાણો મુખ્ય...

Business : 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો, જાણો મુખ્ય શહેરમાં નવો ભાવ

મધ્યપૂર્વ યુદ્ધની અસર ભારતમાં દેખાવા લાગી છે. યુદ્ધના કારણે ગેસ અને પેટ્રોલિયમની અછત જોવા મળી. નાણાકીય વર્ષની શરૂઆતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ફરી એકવાર કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આજથી અમલમાં આવેલા નવા દરોની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને વ્યવસાયો પર પડશે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹218 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ, વિવિધ શહેરોમાં ભાવમાં વધારો થયો છે.

વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવમાં ₹195નો વધારો થયો છે. નવા વાણિજ્યિક ગેસના દર આજથી સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. અગાઉ, 7 માર્ચે, ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે ઘરેલુ સિલિન્ડર ₹60 અને વાણિજ્યિક સિલિન્ડર ₹114.50 મોંઘા થયા હતા. વાણિજિયક ગેસ સિલિન્ડરમાં ભાવમાં વધારો કરાયો છે જયારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રહેશે. સામાન્ય નાગરિકો માટે આ બાબત રાહતરૂપ રહેશે. હાલમાં કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ભાવ વધારો કરાતા હોટલ અને રેસ્ટોરન્ટનું જમવાનું મોંઘું થશે.

હવે, દિલ્હીમાં સિલિન્ડરની કિંમત ₹૧૯૪, ચેન્નાઈમાં ₹૨૦૩, મુંબઈમાં ₹૧૯૬ અને કોલકાતામાં ₹૨૧૮ થશે. જોકે, આ વખતે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત છે. આ વધારા બાદ, દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત વધીને ₹2,078.50 થઈ ગઈ છે, જે પહેલા ₹1,884.50 હતી. કોલકાતામાં 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત હવે ₹2,208 થઈ ગઈ છે. મુંબઈમાં, કિંમત ₹2,031 થઈ ગઈ છે. ચેન્નાઈમાં, કિંમત હવે ₹2,246.50 માં ઉપલબ્ધ થશે. પટનામાં, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹2,365 થઈ ગઈ છે, જ્યારે જયપુરમાં, કિંમત ₹2,031 થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments