E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : Aadhar Card સાથે મોબાઈલ નંબર લિંક નથી? નો ટેન્શન! એક...

Business : Aadhar Card સાથે મોબાઈલ નંબર લિંક નથી? નો ટેન્શન! એક જ નંબરથી ઘરે બેઠા મંગાવો આખા પરિવારનું PVC આધાર કાર્ડ

આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બની ગયું છે. કાગળના આધાર કાર્ડને સાચવવું મુશ્કેલ હોય છે, તેથી લોકો હવે ATM કાર્ડ જેવા દેખાતા ‘સ્માર્ટ PVC આધાર કાર્ડ’ (Smart PVC Aadhaar Card)નો ઉપયોગ વધુ કરે છે.

ઘણા લોકોને એવું લાગે છે કે PVC કાર્ડ ઓર્ડર કરવા માટે તે જ મોબાઈલ નંબર હોવો જરૂરી છે જે આધાર કાર્ડ સાથે લિંક હોય. બાળકો પાસે પોતાનો નંબર હોતો નથી અથવા વૃદ્ધ માતા-પિતાનો જૂનો નંબર બંધ થઈ ગયો હોય છે. આવી સ્થિતિમાં લોકો કાર્ડ મંગાવવાનું ટાળે છે. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ અને ખૂબ જ સરળ છે.

UIDAI ની સિસ્ટમ મુજબ, તમે PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે કોઈપણ ચાલુ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો. તમે જે મોબાઈલ નંબર આપો છો, તેનો ઉપયોગ માત્ર સિસ્ટમમાં OTP મોકલવા અને પેમેન્ટ કન્ફર્મ કરવા માટે થાય છે. તેનો અર્થ એ છે કે ઘરનો કોઈ એક વ્યક્તિ પોતાના સ્માર્ટફોન અને પોતાના જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પત્ની, બાળકો અને માતા-પિતા માટે અલગ-અલગ PVC કાર્ડ મંગાવી શકે છે.

અલગ-અલગ ઓર્ડર: તમે એકસાથે આખા પરિવારનું કાર્ડ ઓર્ડર નથી કરી શકતા. તમારે દરેક સભ્ય માટે અલગથી પ્રોસેસ કરી, દર વખતે 75 રૂપિયા ચૂકવવા પડશે.ડિટેલ્સ અપડેટ: PVC કાર્ડ મંગાવવાથી આધારની માહિતી અપડેટ થતી નથી. જો નામ કે સરનામામાં કોઈ ભૂલ હોય, તો પહેલા તેને ઓનલાઈન અથવા આધાર સેન્ટર જઈને સુધારી લો, અને નવું સરનામું અપડેટ થયા પછી જ PVC કાર્ડનો ઓર્ડર આપો.

ટ્રેકિંગ: દરેક ઓર્ડર પછી તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) મળશે, તેને સાચવી રાખો. આનાથી તમે ચેક કરી શકશો કે તમારું કાર્ડ ક્યારે પહોંચશે. સામાન્ય રીતે સ્પીડ પોસ્ટ દ્વારા એક અઠવાડિયામાં કાર્ડ ઘરે પહોંચી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments