ફેસબુક પર રીલ્સ બનાવીને કમાઓ લાખો રૂપિયા. મેટાએ તાજેતરમાં ‘Creator Fast Track’ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનો હેતુ પ્રતિભાશાળી ક્રિએટર્સને ફેસબુક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે ટૂંકા વિડિયો એટલે કે ‘રીલ્સ’નો ક્રેઝ માઝા મૂકી રહ્યો છે. અત્યાર સુધી લોકો મનોરંજન માટે રીલ્સ બનાવતા હતા, પરંતુ હવે મેટા (Meta) સંચાલિત ફેસબુક (Facebook) ક્રિએટર્સ માટે કમાણીનો એક સુવર્ણ અવસર લઈને આવ્યું છે. મેટાએ તાજેતરમાં ‘Creator Fast Track’ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જેનો હેતુ પ્રતિભાશાળી ક્રિએટર્સને ફેસબુક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
ઘણીવાર એવું જોવા મળે છે કે ક્રિએટર્સ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર તો સફળ હોય છે, પરંતુ ફેસબુક પર નવેસરથી શરૂઆત કરવામાં તેમને મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે મેટાએ આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ અંતર્ગત, જે ક્રિએટર્સ અન્ય પ્લેટફોર્મ પર પહેલેથી જ ફેમસ છે, તેમને ફેસબુક પર ઝડપી ગ્રોથ અને ગેરંટીડ પેમેન્ટ આપવામાં આવશે.

આ પ્રોગ્રામ ખાસ કરીને એવા ક્રિએટર્સ માટે છે જેમણે અન્ય પ્લેટફોર્મ (Instagram, TikTok કે YouTube) પર ઓછામાં ઓછા 1,00,000 (1 લાખ) ફોલોઅર્સ મેળવ્યા છે. પ્રોગ્રામમાં સામેલ થનારા ક્રિએટર્સને ત્રણ મહિના સુધી ગેરંટીડ પેમેન્ટની ખાતરી આપવામાં આવશે. આ ઉપરાંત, તેમની રીલ્સની રીચ (Reach) પણ વધારવામાં આવશે જેથી ફેસબુક પર તેમના ફોલોઅર્સ ઝડપથી વધે.
$1,000 (અંદાજે ₹93,397): જે ક્રિએટર્સના અન્ય પ્લેટફોર્મ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે, તેઓ દર મહિને આટલી રકમ મેળવી શકે છે.
$3,000 (અંદાજે ₹2,80,193): જો કોઈ ક્રિએટરના અન્ય કોઈ એક પ્લેટફોર્મ પર 10 લાખ (1 મિલિયન) થી વધુ ફોલોઅર્સ હોય, તો તે દર મહિને અંદાજે પોણા ત્રણ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે.
સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રોગ્રામ પૂરો થયા પછી પણ ક્રિએટર્સ ફેસબુકના અન્ય મોનેટાઈઝેશન ટૂલ્સ જેમ કે એડ્સ ઓન રીલ્સ, સ્ટાર્સ વગેરે દ્વારા કમાણી ચાલુ રાખી શકશે.
વર્ષ 2025માં ફેસબુકે તેના ક્રિએટર મોનેટાઈઝેશન પ્રોગ્રામ દ્વારા વિશ્વભરના ક્રિએટર્સને અંદાજે $3 બિલિયનની ચૂકવણી કરી છે. આ આંકડો 2024ની સરખામણીએ 35% વધુ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફેસબુક હવે કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ખૂબ જ આકર્ષક પ્લેટફોર્મ બની રહ્યું છે. જો તમે પણ કન્ટેન્ટ ક્રિએટર છો, તો આ તકનો લાભ લેવાનો આ સાચો સમય છે.


