E-Paper
Monday, March 9, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : Google ના CEOને સુંદર પિચાઇને અધધધધ રૂપિયાનું મળ્યું પેકેજ, જાણો...

Business : Google ના CEOને સુંદર પિચાઇને અધધધધ રૂપિયાનું મળ્યું પેકેજ, જાણો પિચાઇના જેકપોટનું ગણિત

ભારતીય મૂળના અને Google ના CEO Sundar Pichai ફરી એકવાર વૈશ્વિક હેડલાઇન્સમાં છવાઈ ગયા છે. આ વખતે ચર્ચા કોઈ નવા ટેક પ્રોડક્ટ અથવા AI ઇનોવેશનની નથી, પરંતુ તેમના ભવ્ય પગાર પેકેજની છે. અહેવાલો અનુસાર, આગામી ત્રણ વર્ષ માટે પિચાઈ માટે લગભગ $692 મિલિયન (આશરે ₹6,300 કરોડ) નું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે.

પિચાઈનું આ પેકેજ કોઈ સામાન્ય પગાર ધોરણ નથી. જો આપણે તેને ત્રણ વર્ષમાં વહેંચીએ, તો તે વાર્ષિક ₹2,100 કરોડ થાય છે. જોકે, આમાં રોકડ પગાર માત્ર $2 મિલિયન (આશરે ₹18 કરોડ) છે. પેકેજનો મોટો હિસ્સો ‘પર્ફોર્મન્સ સ્ટોક યુનિટ્સ’ અને શેર પર આધારિત છે.

જો પિચાઈ કંપનીના નિર્ધારિત લક્ષ્યો પૂરા કરે, તો જ તેમને $252 મિલિયન સુધીની રકમ મળશે. જો તેઓ નિષ્ફળ જાય, તો આ રકમ શૂન્ય પણ થઈ શકે છે.ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર નજર: પ્રથમ વખત ગૂગલે સ્વાયત્ત પ્રોજેક્ટ્સ (Autonomous Projects) માટે $350 મિલિયનના પ્રોત્સાહનો જાહેર કર્યા છે. જેમાં વેમો (Waymo) અને વિંગ (Wing) જેવા ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સના શેરનો સમાવેશ થાય છે.

2004માં ગૂગલમાં જોડાયેલા સુંદર પિચાઈએ ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ જેવી પાયાની સેવાઓ વિકસાવી છે. એક સમયે ChatGPT ના આગમન બાદ ગૂગલની AI ક્ષમતા પર સવાલો ઉઠ્યા હતા અને પિચાઈની ટીકા થઈ હતી. પરંતુ, તેમણે મજબૂત વાપસી કરીને એડવાન્સ્ડ AI મોડલ્સ લોન્ચ કર્યા અને ગૂગલને ફરીથી ટેક રેસમાં મોખરે લાવી દીધું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments