IndiGoએ આ વખતના નાણાંકિય વર્ષથી દુનિયાના પ્રખ્યાત 10 શહેરોમાં સીધી ફ્લાઇટ શરુ કરવાની જાહેરાત કરી છે. જેમાં લંડન, યૂકે, ડેનમાર્ક, સાઉથ એશિયાના શહેરોનો સમાવેશ થાય છે. લંડન માટે Air India નોનસ્ટોપ ફ્લાઇટની સેવા આપે છે. IndiGoના મુખ્ય કાર્યપાલક અધિકારી પીટર એલ્બર્સે જણાવ્યુ હતુ કે, નાણાંકિય વર્ષ 2025-26માં વિમાન કંપની લંડન અને એથેંસ સહિત કુલ 10 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સીધી ફ્લાઇટ સેવા શરુ કરી છે.
અન્ય સ્થળમાં એમ્સ્ટર્ડમ, મૈનચેસ્ટર, કોપેનહેગન, સિએમ રીપ અને મધ્ય એશિયાના ચાર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એલ્બર્સે જણાવ્યુ છે કે, ભારતીય વિમાન ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ રહેલી છે. જ્યાં વધી રહેલી માંગના કારણે વસ્તુઓનો વિસ્તાર વધે છે. અને સમર્થન મળે છે. IndiGoએ જુલાઇમાં પટ્ટે પર લેવામાં આવેલા બોઇંગ 787-9 વિમાન સાથે મુંબઇથી મૈનચેસ્ટર અને એમ્સ્ટર્ડમ માટે સીધી ફ્લાઇટ સેવા શરુ કરશે. આનાથી ઉડ્ડયન કંપનીની લાંબા અંતરની ફ્લાઇટ્સની શરૂઆત પણ કરવામાં આવશે. કંપનીની આવક 10 અરબ અમેરિકી ડૉલર છે. તે 90 થી વધુ સ્થાનિક અને 40 આંતરરાષ્ટ્રીય સ્થળોએ સેવા આપે છે.
IndiGoના સીઇઓ એલ્બર્સે જણાવ્યુ છે કે, ભારતની 90 ટકા વસ્તી એવા એરપોર્ટ પાસે રહે છે જ્યાંથી તેમને IndiGoની ફ્લાઇટ સરળતાથી મળી રહે. આ એ દર્શાવે છે કે, એયરલાઇન્સ ભારત અને વિદેશમાં વાયુ વેગે વધી રહ્યુ છે. IndiGo 100થી વધુ ફ્લાઇટ સેવા શરુ કરવા માટે યોજના બનાવી રહી છે. જેમા 40 વિદેશી શહેરો અને 20 ભારતીય શહેરો સામેલ છે. IndiGoના સીઇઓ એલ્બર્સે વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતમાં ઝડપીથી વિકાસ થઇ રહ્યો છે. જેનો ફાયદો કંપની અને મુસાફરોને થઇ રહ્યો છે.