HomeRashifalBusinessBusiness : MSMEને 'ઈમરજન્સી લોન' ફાળવવા CIIએ મદદ માંગી

Business : MSMEને ‘ઈમરજન્સી લોન’ ફાળવવા CIIએ મદદ માંગી

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે ઉદ્યોગ જગતની દિગ્ગજ સંસ્થાએ નાણા મંત્રાલયને અનેક સૂચનો કર્યા છે. સીઆઈઆઈએ મહામારી દરમિયાન અમલમાં મુકાયેલી યોજનાની જેમ નિશ્ચિત સમયમર્યાદા સાથે સંઘર્ષ સંબંધિત ઈમરજન્સી લોન, એનર્જી ઇનપુટ્સ પર ટેક્સ અને ડયુટી માળખાનું તર્કસંગતિકરણ અને કેન્દ્ર અને રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કોન્ટ્રાકટોના માટે ડિલિવરીની સમયમર્યાદા લંબાવવાનો સમાવેશ થાય છે. આ સ્કીમ માટે અંદાજે ૨.૫૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી થવાનો અંદાજ છે.ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ)એ સરકાર સમક્ષ ૨૦-પોઇન્ટનો પોલિસી એજન્ડા રજૂ કર્યો છે. તેમાં વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિ સામે લડવા માટે રાજકોષીય, નાણાકીય અને ટ્રેડ એક્શનની હાકલ કરી છે. અત્રે નોંધનીય છે કે હાલના તબક્કે આ યુદ્ધ સંકટને કારણે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો (એમએએમઈ), નિકાસકારો અને એનર્જી સંલગ્ન ઉદ્યોગો સૌથી મોટો ભોગ બની રહ્યા છે.

સીઆઈઆઈએ સરકાર-સમર્થિત ગેરંટી દ્વારા અસરગ્રસ્ત ઉદ્યોગોને વધારાની કોલેટરલ-મુક્ત કાર્યકારી મૂડી આપવાની ભલામણ કરી, ખાસ કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), નિકાસકારો અને ગેસ-આધારિત ક્ષેત્રોને મદદની હાકલ કરી છે. સીઆઈઆઈએ સૂચન કર્યું કે ભારતીય રિઝર્વ બેંકે કટોકટીના સમયમાં એમએસએમઈ, નિકાસકારો અને સપ્લાય ચેઈનમાં સામેલ આનુષંગિક એકમો માટે ત્રણ મહિનાનું લોન મોરેટોરિયમ, રિસ્ટ્રકચરિંગ વિન્ડો અને સ્પેશ્યલ ફાઈનાન્સની વિન્ડો ખોલવી જોઈએઆ સિવાય કપરા સમયમાં વધતા ઇનપુટ ખર્ચનું સંચાલન કરવામાં મદદરૂપ થવા માટે વીજળી શુલ્કમાં કામચલાઉ રાહત અને લોન પ્રોસેસિંગ ફી, ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેકશન ફી અને દસ્તાવેજીકરણ ખર્ચ સહિત વહીવટી બેંકિંગ શુલ્કમાં કામચલાઉ ઘટાડો અથવા માફીની પણ માંગ કરી હતી. એલએનજી આયાત પર ૨.૫ ટકાની કસ્ટમ ડયુટી કામચલાઉ ધોરણે માફ કરવા પણ અનુરોધ કર્યો છે. 

સીઆઈઆઈએ અગાઉ એમએસએમઈ સચિવને પત્ર લખ્યો હતો, જેમાં મધ્ય પૂર્વ અને એશિયામાં બદલાતી ભૂ-રાજકીય ઘટનાઓને કારણે શિપિંગ અને લોજિસ્ટિક્સ કામગીરીમાં નોંધપાત્ર વિક્ષેપો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સિવાય સરકારે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગને સરળ બનાવવા માટે અસરગ્રસ્ત ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ટ્રેડ રીસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ પ્લેટફોર્મને વધુ સક્રિય રીતે વિસ્તૃત કરવું જોઈએ. આ સંદર્ભમાં, સરકારને બાકી રહેલા જીએસટી રિફંડ, કસ્ટમ ડયુટી રિફંડ ક્લેમ અને નિકાસ કરાયેલા ઉત્પાદનો પર ડયુટી અને ટેક્સમાં બાકી રકમની માફી કે સમાધાનને પણ ઝડપી બનાવવા અનુરોધ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments