E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : RBIને એક ભારતીય નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે? કિંમત...

Business : RBIને એક ભારતીય નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે? કિંમત સાંભળીને ચોંકી જશો

ભારતીય રિઝર્વ બેંક ભારતીય કરન્સી છાપે છે. પ્રિન્ટિંગ કોસ્ટથી રૂપિયાની સાચી વેલ્યૂ નક્કી નથી થતી. આ વેલ્યૂ મોંઘવારી, GDP વૃદ્ધિ, મોનિટરી પોલિસી અને નેશનલ રિઝર્વ જેવા આર્થિક ફેક્ટર દ્વારા નક્કી થાય છે. ચાલો જાણીએ કે દરેક નોટ છાપવાનો કેટલો ખર્ચ થાય છે.

મોટાભાગના લોકો એવું માને છે કે ભારતીય કરન્સી છાપવી મોંઘી હોવી જોઈએ, પરંતુ તે સાચું નથી. ભારતીય રિઝર્વ બેંક એડવાન્સ સિક્યુરિટી ફીચર્સ વાળી નોટો છાપે છે. તેમ છતાં દરેક નોટની વાસ્તવિક પ્રોડક્શન કોસ્ટ તેની મૂળ કિંમતનો માત્ર એક નાનો ભાગ છે. ચાલો જાણીએ કે દરેક ભારતીય નોટ છાપવા માટે કેટલો ખર્ચ થાય છે.

RBI 10 રૂપિયાની નોટ છાપવા માટે 0.96 રૂપિયા, 20 રૂપિયાની નોટ છાપવા માટે 0.95 રૂપિયા, 50 રૂપિયાની નોટ છાપવા માટે 1.13 રૂપિયા, 100 રૂપિયાની નોટ છાપવા માટે 1.77 રૂપિયા, 200 રૂપિયાની નોટ છાપવા માટે 2.37 રૂપિયા અને 500 રૂપિયાની નોટ છાપવા માટે માત્ર 2.29 રૂપિયા ખર્ચ કરે છે.

ખર્ચ ખુબ જ ઓછો થાય છે કારણ કે ભારત પોતાના મોટા ભાગના કાચા માલનું સ્થાનિક સ્તરે જ ઉત્પાદન કરે છે, જેમાં ખાસ ચલણી કાગળ અને સિક્યુરિટી ઈન્ક એટલે કે શાહીનો સમાવેશ થાય છે.. સાથે જ મોટા પાયે ઉત્પાદન પ્રતિ નોટ ખર્ચમાં વધુ ઘટાડો કરે છે.વધુ એડવાન્સ ફીચર વાળી નોટ જેમ કે રંગ બદલતા થ્રેડ, વોટરમાર્ક, સિક્યુરિટી ફાઈબર, ટેક્સટાઈલ માર્ક અને માઇક્રોપ્રિન્ટિંગ સૌથી વધુ મોંઘા હોય છે. આ જ કારણ છે કે 100 રૂપિયા, 200 રૂપિયા અને 500 રૂપિયાની નોટો માટે વધુ પ્રોડક્શન બજેટની જરૂર પડે છે.

500 રૂપિયાની નોટ છાપવા માટે ફક્ત 2.29 રૂપિયાનો ખર્ચ થાય છે. આનો અર્થ એ થાય કે તે તેની કિંમતના 218 ગણા ફેસ વેલ્યુ આપે છે. આનાથી તે ચલણમાં સૌથી વધુ કોસ્ટ એફિશિયન્ટ નોટ બને છે. 10 રૂપિયા અને 20 રૂપિયા જેવી ઓછી કિંમતની નોટો વધુ સર્ક્યુલેટ થતી હોય છે અને ઝડપથી ખરાબ થઈ જાય છે. હાઈ વેલ્યૂ વાળી નોટ લાંબા સમય સુધી ચાલે છે, જેનાથી લાંબા ગાળે રિપ્લેસમેન્ટ ખર્ચ ઓછો હોય છે.

પ્રિન્ટિંગ કોસ્ટથી રૂપિયાની સાચી વેલ્યૂ નક્કી નથી થતી. આ વેલ્યૂ મોંઘવારી, GDP વૃદ્ધિ, મોનિટરી પોલિસી અને નેશનલ રિઝર્વ જેવા આર્થિક ફેક્ટર દ્વારા નક્કી થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments