ટાટા કંપનીના તમામ પ્રોડક્સ જનતા માટે વિશ્વાસનું બીજું નામ છે. ત્યારે હવે ટાટા કંપની હેલિકોપ્ટર બનાવવા માટે શરૂઆત કરશે. યુરોપિયન ઉડ્ડયન કંપની એરબસ અને ટાટા ગ્રુપ કંપની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ એટલે કે TASL આ પ્રોજેક્ટ પર સંયુક્ત રીતે કામ કરશે. કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલા ભારતીય વાયુસેના માટે H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇન સ્થાપિત કરવામાં આવશે.
ભારત સરકારની “મેક ઇન ઇન્ડિયા” પહેલને વધુ મજબૂત કરવા માટે મદદ કરશે. આ સોદાનો મુખ્ય હેતુ એરોસ્પેસ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો છે. આ યુનિટ એરબસના સૌથી વધુ વેચાતા સિવિલ કેટેગરી H125 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે. જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, C295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે.
ફ્રાન્સ, અમેરિકા અને બ્રાઝિલ પછી આ વિશ્વનો ચોથો આવો પ્લાન્ટ હશે. કંપની શરૂઆતમાં 10 હેલિકોપ્ટરની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે કાર્ય કરશે. આ યુનિટ એરબસના સૌથી વધુ વેચાતા સિવિલ કેટેગરી H125 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે. એરબસનો અંદાજ છે કે આગામી 20 વર્ષમાં ભારત અને દક્ષિણ એશિયામાં 500 હળવા હેલિકોપ્ટરની માંગ રહેશે. તે બેંગલુરુથી લગભગ બે કલાક દૂર વેમગલ ઔદ્યોગિક વિસ્તારમાં તૈયાર કરવામાં આવશે. જ્યાં TASLના અન્ય પ્લાન્ટ યુનિટ અગાઉથી જ સ્થાપિત કર્યા છે. ટાટાને વેમગસ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં 7.4 લાખ ચોરસ ફૂટનો પ્લોટ મળ્યો છે. અહીં અંતિમ એસેમ્બલી અને MRO સુવિધાઓ પણ સ્થાપિત કરવામાં આવશે.
Aequsના ચેરમેન અને CEO અરવિંદ મોલિગેરીએ જણાવ્યું હતું કે, આ પહેલ દેશના સ્વદેશી ઉત્પાદનને મજબૂત બનાવવા તેમજ ક્લસ્ટરના વિકાસ માટે મદદ કરશે. અને આ પ્રોજેક્ટ દ્વારા યુવાઓ માટે નોકરીની નવી તક ઉભી થશે. અને બેરોજગારીનું પ્રમાણ પણ ઓછું થશે. પ્રોજેક્ટ માટે ગુજરાતના મેટ્રો શહેરને સ્થાન મળતા વિપક્ષે આ મામલે વિરોધ ઉઠાવ્યો છે.