E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeRashifalBusinessBusiness : YouTube Golden Button મળ્યા પછી કેટલી થાય છે કમાણી? જાણો...

Business : YouTube Golden Button મળ્યા પછી કેટલી થાય છે કમાણી? જાણો ટેક્સ સ્લેબ અને સંપૂર્ણ આવકનું ગણિત

YouTube પર પૈસા કમાવવાનો અર્થ ફક્ત વિડિઓઝ અપલોડ કરવા અને વ્યૂઝ મેળવવાનો નથી. તમારે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાવાની જરૂર છે. જે બાદ જ તમને તમારા વીડિયોઝ પર જાહેરાત દ્વારા આવક મળે છે.

આજના ડિજિટલ યુગમાં YouTube ફક્ત મનોરંજનનો સ્ત્રોત નથી. તે લાખો લોકો માટે પૈસા કમાવવા અને ઓળખ મેળવવા માટેનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની ગયું છે. લાખો લોકો દરરોજ વિડિઓઝ અપલોડ કરી રહ્યા છે, અને કેટલાક તો તેનાથી નોંધપાત્ર આવક પણ મેળવી રહ્યા છે. YouTube એ માત્ર કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપે છે, પરંતુ તેમને આર્થિક રીતે સશક્ત પણ બનાવે છે.

YouTube પર પૈસા કમાવવાનો અર્થ ફક્ત વિડિઓઝ અપલોડ કરવા અને વ્યૂઝ મેળવવાનો નથી. પૈસા કમાવવા માટે તમારે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) માં જોડાવાની જરૂર છે. તો જ તમે તમારા વિડિઓઝ પર જાહેરાતો દ્વારા પૈસા કમાઈ શકો છો. YouTube તેના ક્રિએટર્સને સબ્સ્ક્રાઇબર માઈલસ્ટોન સુધી પહોંચવા પર એવોર્ડ આપે છે. આ એવોર્ડને ક્રિએટર એવોર્ડ્સ કહેવામાં આવે છે. 1 લાખ સબ્સ્ક્રાઇબર પર Silver Play Button આપવામાં આવે છે, અને 10 લાખ એટલે કે 1 મિલિયન સબ્સ્ક્રાઇબર સુધી પહોંચવા પર Gold Play Button આપવામાં આવે છે. વધુમાં, તમને 1 કરોડ એટલે કે 10 મિલિયન સબ્સ્ક્રાઇબર માટે Diamond Play Button અને 5 કરોડ એટલે કે 50 મિલિયન સબ્સ્ક્રાઇબર માટે Ruby અથવા Custom Play Button મળે છે. તો, ચાલો જાણીએ કે YouTube પર ગોલ્ડન બટન પ્રાપ્ત કર્યા પછી તમને કેટલી કમાણી થાય છે, અને તેના પર કેટલો ટેક્સ લાગે છે.

જો કોઈ ચેનલના ૧૦ લાખ સબ્સ્ક્રાઇબર હોય અને એક વિડિઓ પર નોંધપાત્ર વ્યૂઝ મળે છે, તો તેને ગોલ્ડન બટન મળે છે. સામાન્ય રીતે દરેક 1000 વ્યૂઝ દીઠ આશરે ૨ ડોલર કમાણી થાય છે. યુટ્યુબ પર ગોલ્ડન બટન મેળવ્યા પછી, જો કોઈ ક્રિએટર નિયમિતપણે વિડિઓઝ અપલોડ કરે છે અને સારા વ્યૂઝ મેળવે છે, તો વાર્ષિક આવક લગભગ 40 લાખ રૂપિયા થઈ શકે છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ સીધા યુટ્યુબર્સનો સંપર્ક કરે છે અને જાહેરાતો કરાવે છે, જેનાથી પણ નોંધપાત્ર આવક થાય છે.

ભારતમાં YouTube ની કમાણી પર ઈનકમ ટેક્સ નિયમો લાગુ પડે છે. વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે. જોકે, એલ્ડ ટેક્સ રિજીમ હેઠળ 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગે છે. 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગુ પડશે, અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગુ પડશે. અંદાજિત સ્લેબના આધારે, જો ગોલ્ડન બટન ધરાવતી ચેનલ વાર્ષિક 4 મિલિયન એટલે કે 40 લાખ રૂપિયા કમાય છે, તો ટેક્સ 30 ટકાના દરે લગભગ 12 લાખ રૂપિયા હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments