E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratDahod : વર્ષ 2025માં કુલ 68 સગીરા સગર્ભા નોંધાઈ, આરોગ્ય વિભાગે...

Dahod : વર્ષ 2025માં કુલ 68 સગીરા સગર્ભા નોંધાઈ, આરોગ્ય વિભાગે સઘન સારવાર શરૂ કરી

આટલી મોટી સંખ્યામાં સગીરાઓ સગર્ભા બનવા પાછળ બાળ લગ્ન, જાતીય શોષણ, કે શિક્ષણનો અભાવ જેવા કયા કારણો જવાબદાર છે, તે દિશામાં પણ સામાજિક સંગઠનો અને વહીવટી તંત્ર દ્વારા તપાસ થવી જરૂરી છે.

દાહોદ જિલ્લામાંથી સગીર ગર્ભાવસ્થા (Teenage Pregnancy) અંગે એક અત્યંત ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાની આરોગ્ય કચેરીએ આપેલી માહિતી મુજબ, વર્ષ 2025માં કુલ 68 સગીરા સગર્ભા નોંધાઈ છે. આ આંકડો સમાજ અને આરોગ્ય ક્ષેત્રે ગંભીર સવાલો ઊભા કરે છે. સગીર ગર્ભાવસ્થાના આ ભયજનક આંકડાઓને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

સગીર વયે ગર્ભધારણ માતા અને બાળક બંને માટે જોખમી હોવાથી, દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ તેઓને વિશેષ સારવાર અને સંભાળ પૂરી પાડી રહ્યું છે. આ 68 સગીરાઓના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં સગીરાઓ સગર્ભા બનવા પાછળ બાળ લગ્ન, જાતીય શોષણ, કે શિક્ષણનો અભાવ જેવા કયા કારણો જવાબદાર છે, તે દિશામાં પણ સામાજિક સંગઠનો અને વહીવટી તંત્ર દ્વારા તપાસ થવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments