સાપુતારા માલેગાંવ ઘાટમાં બેંગ્લોરથી રાજકોટ જતી લાઈટિંગ સામાનની આઈસર બ્રેક ફેઈલ થતા પલટાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે.રાજ્યના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારાના માલેગાંવ ઘાટમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. બેંગ્લોરથી રાજકોટ તરફ જઈ રહેલો એક આઈસર ટેમ્પો બ્રેક ફેઈલ થઈ જવાને કારણે પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં ભરેલા મોંઘા લાઈટિંગના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની માહિતી અનુસાર, લાઈટિંગ માટેનો કિંમતી સામાન ભરીને એક આઈસર ટેમ્પો બેંગ્લોરથી રાજકોટ જઈ રહ્યો હતો. જ્યારે આ ટેમ્પો સાપુતારા ઉતરીને માલેગાંવ ઘાટ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ટેમ્પોની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ઢાળવાળા રસ્તા પર બ્રેકે કામ ન કરતા ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પો અન્ય વાહનો સાથે ન અથડાય તે માટે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ટેમ્પોને રોડ સાઈડની ભેખડ સાથે અથડાવી દીધો હતો, જેને કારણે ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.


