અમદાવાદ ગ્રામ્ય SOG ની ટીમે ધોળકા તાલુકાના ચલોડા ગામે સફળ દરોડો પાડી નશાકારક માદક પદાર્થ પોષડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે ધોળકા તાલુકાના ચલોડા ગામે સફળ દરોડો પાડી નશાકારક માદક પદાર્થ પોષડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય SOGને મળેલી બાતમીના આધારે ચલોડા ગામે રહેતા કિરીટભાઈ ઉર્ફે મફતભાઈ ચુનીભાઈ પટેલ (ઉં.વ. 65) ના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી અંદાજે 5.329 કિલોગ્રામ વજનના નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ એટલે કે પોષડોડા મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રૂ. 79,935ની કિંમતનું પોષડોડા અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 80,435નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી કિરીટભાઈ પટેલ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટની કલમ 8(સી), 15(બી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધ વયે નશાના કારોબારમાં સંડોવણી સામે આવતા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.


