E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratRajkotDhoraji : જીલ્લા LCB પોલીસે સુપેડી પાસેથી બોલેરોમાંથી ઝડપ્યો વિદેશી દારૂ

Dhoraji : જીલ્લા LCB પોલીસે સુપેડી પાસેથી બોલેરોમાંથી ઝડપ્યો વિદેશી દારૂ

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહએ દારૂ તથા જુગારની બંદીઓને ડામી દેવા સૂચના આપી હોય જેને ધ્યાને લઈ ધોરાજી તાલુકાના નાનીવાવડી તથા સુપેડી વચ્ચેથી ૨૫૨ બોટલ દારૂ ભરેલ બોલેરો એલસીબી પોલીસે પકડી પાડી રૂ.૩.૧૮ લાખનો દારૂ સહિત કુલ રૂ.૬.૨૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે માલ ભરાવી આપનાર જુનાગઢના શખ્સની શોધખોળ હાથ ધરી છે,

મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચનાને ધ્યાને લઈ એલસીબી પીઆઇ વી વી ઓડેદરા તથા પીએસઆઈ એચ સી ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો નાઈટ કોમ્બીગ માં હતા તે દરમ્યાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, કૌશીક જોષી, વિજયસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ધોરાજી તાલુકાના નાનીવાવડી તથા સુપેડી વચ્ચે રોડ પરથી એક બોલેરો પીકઅપ વાહન ઈંગ્લીશ દારૂ ભરી નીકળનાર છે જેથી વોચ ગોઠવી બોલેરો નીકળતા તેને રોકી ટ્રાઈવરનુ નામ ઠામ પુછતા જણાવેલ સરમણ ઉર્ફે વીજય રમેશભાઈ હુણ રહે. ગામ કેરાળા, ઉપલેટાને પકડી બોલેરોની તપાસ કરતા સુકી મકાઈની આડમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતા ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની ૨૫૨ નંગ બોટલ મળી આવી હતી, આરોપી સરમણની પુછપરછ કરતા આ દારૂ જુનાગઢ રહેતા વિપુલભાઈ માંડાભાઈ રબારીએ ભરાવી આપ્યો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી હતી,

એલસીબી પોલીસે રૂ.૩.૧૮ લાખનો દારૂ એક બોલેરો, એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૬.૨૩.૦૦૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરાજી તાલુકાના પોલીસ મથકમાં પ્રોહી કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી,

Reporter : સુરેશ ભાલીયા, જેતપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments