E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratDwarka :‘ગાયને પૂજવાને બદલે પાળશો તો જ કતલ અટકશે’: મોરારી બાપુ

Dwarka :‘ગાયને પૂજવાને બદલે પાળશો તો જ કતલ અટકશે’: મોરારી બાપુ

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં 50 કિલો ગૌમાંસ જપ્ત થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ ગંભીર મુદ્દે પ્રખ્યાત રામાયણી સંત મોરારી બાપુએ પોતાની ઊંડી સંવેદના અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગૌમાંસના વેચાણ જેવી ઘટનાઓ જગતગુરુ શંકરાચાર્ય અને તમામ સનાતનીઓ માટે અસહ્ય પીડા સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “જગતગુરુની પીડામાં હું પણ મારો સૂર પુરાવું છું.”

મોરારી બાપુએ આ તકે ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ સન્માન મળે તેવી વિવિધ ધર્મપીઠોની જૂની માંગને ટેકો જાહેર કર્યો હતો. તેમણે સમાજને આત્મચિંતન કરવાની શીખ આપતા જણાવ્યું હતું કે, આપણે માત્ર ગાયની પૂજા કરીએ છીએ પણ જો ખરા અર્થમાં ‘ગૌપાલન’ કરીએ તો આજે ગાયો રસ્તા પર રખડતી કે કતલખાને જતી ન હોત. ગાયને પાળવી એ આપણું પરમ કર્તવ્ય છે.

બાપુએ આ કૃત્યને ધર્મની ગ્લાનિ ગણાવતા કહ્યું કે, ગાયને પકડીને તેનું કતલ કરી વેચાણ કરવું એ જઘન્ય અપરાધ છે. આવા સમયે હિન્દુ સમાજે જાગૃત થવાની જરૂર છે. દ્વારકા જેવા તીર્થસ્થાનમાં થયેલી આ ઘટનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, ત્યારે કથાકાર મોરારી બાપુએ સૌને ગૌરક્ષા માટે સજાગ રહેવા અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments