E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratDwarka: ગોમતી નદીમાં 7 પ્રવાસી ડૂબ્યા, એક યુવતીનું મોત નિપજ્યું

Dwarka: ગોમતી નદીમાં 7 પ્રવાસી ડૂબ્યા, એક યુવતીનું મોત નિપજ્યું

દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોવાથી ઊંચા ઊંચા મોછા ઉછળતા હતાં. આ સમયે ગોમતી ઘાટ નજીક કોઈ સિક્યુરિટી કે પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો નહોતો. પ્રવાસીઓ દરિયામાં અને ગોમતી નદીમાં જોખમી સ્નાન કરતા હતાં. વેકેશનનો સમય હોવાથી દ્વારકામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. લોકો ગોમતી નદીમાં સ્નાન કરવાની મજા માણી રહ્યાં છે. આ સમયે સાત પ્રવાસીઓ ડૂબ્યા હતાં. 4 યુવક અને 3 યુવતી ગોમતી નદીમાં સ્નાન કરતા ડૂબ્યા હતાં. જેમને બચાવવા તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબ્યા હતાં. ગોમતી નદીના સામે કિનારે ચાર યુવક તેમજ ત્રણ યુવતી ગોમતી નદીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતાં. ડૂબી રહેલા લોકોને બચાવવા સ્થાનિક લોકોએ જહેમત ઉઠાવી હતી. તે ઉપરાંત નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તથા સ્થાનિક ઊંટ સવારના માલિક દ્વારા ડૂબી રહેલા યાત્રિકોને બચાવી લીધા હતાં. નદીમાંથી બહાર કાઢી તમામને 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાગેશ્વરી નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી માછીમારોને માછીમારી નહીં કરવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ હોવાથી ગોમતી નદીમાં પણ કરંટ જોવા મળતો હોય છે. બહારથી આવતા પ્રવાસીઓ અજાણ હોવાથી તેઓ ગોમતી નદીમાં ડૂબકી લગાવતા હોય છે. આ દરમિયાન પાણીના પ્રવાહમાં તેઓ ડૂબવાના ભોગ બને છે. છેલ્લા એક સપ્તાહથી દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો પાણીમાં જોખમી સ્નાન કરતા નજરે પડ્યા હતાં. આ દરમિયાન કોઈ સિક્યુરિટી કે પોલીસનો સ્ટાફ પણ ત્યાં હાજર નહોતો. આખરે દુર્ઘટના સર્જાઈ છે ત્યારે એ જોવું રહ્યું કે, અહીં સિક્યુરિટી મુકાય છે કે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments