દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આઠમા ધોરણની વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થીઓના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આઠમા ધોરણની વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થીઓના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીના પિતાએ સ્કૂલના શિક્ષકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અનેક વખત ફરિયાદો કરવા છતાં શિક્ષકો ધ્યાન નહીં આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

દ્વારકાના જામ ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામમાં આઠમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થીઓના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ દવા પીતા જ તેને તાત્કાલિક સારવાર અર્થે જામ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
વિદ્યાર્થિનીના પિતાએ સ્કૂલના શિક્ષકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, મારી દીકરીને વિદ્યાર્થીઓ હેરાન કરતાં હોવાની અનેક ફરિયાદો કરી હતી પણ શિક્ષકોએ કોઈ ધ્યાન આપ્યું નહોતુ. શાળાની બેદરકારીને કારણે વિદ્યાર્થિની સાથે વધારે પ્રમાણમાં હેરાનગતિ થતી હતી. જેથી તેણે કંટાળીને આ પગલું ભર્યું હોવાનું તેના પિતાએ કહ્યું હતું.


