E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratDwarka : ભારતીય કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, કરોડોના માલસામાન સાથે બોટ...

Dwarka : ભારતીય કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, કરોડોના માલસામાન સાથે બોટ ઝડપાઈ

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકાથી 115 માઈલ દૂર અરબી સમુદ્રમાં ઈરાની ક્રૂ સાથેની વિદેશી બોટ ઝડપાઈ છે. 2 થી 5 કરોડનો સામાન અને પ્રતિબંધિત ફોન જપ્ત કરવામાં આવ્યા છે.ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ઉત્તર અરબી સમુદ્રમાં દેશની દરિયાઈ સીમાની સુરક્ષા કાજે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરી રહેલી એક વિદેશી બોટને કોસ્ટ ગાર્ડના જહાજે ઝડપી લીધી છે. આ બોટમાંથી અંદાજે રૂપિયા 2.5 થી 5 કરોડની કિંમતનો ગેરકાયદેસર માલસામાન મળી આવ્યો છે.

21 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટ ગાર્ડને એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. કોસ્ટ ગાર્ડનું જહાજ નજીક આવતા જ બોટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સજાગ જવાનોએ તેને આંતરી લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બોટનું નામ ‘અલ મુખ્તાર’ છે, જે શ્રીલંકાના કોલંબોમાં રજિસ્ટર થયેલી છે, પરંતુ તેના પર સવાર 4 ક્રૂ મેમ્બર ઈરાની નાગરિકો છે.

બોટની સઘન તપાસ કરતા તેમાંથી છુપાવેલા 200 કાર્ટન મળી આવ્યા હતા, જેમાં અંદાજે 1 લાખ સિગારેટના પેકેટ હતા. આ સિવાય ભારતમાં પ્રતિબંધિત એવો થુરાયા સેટેલાઈટ ફોન અને 8 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા ક્રૂ મેમ્બર્સ પાસે ભારતીય જળસીમામાં હોવા અંગેના કોઈ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, ગત 16 ફેબ્રુઆરીએ પણ કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ સંયુક્ત ઓપરેશન કરી 203 કિલો નશીલા પદાર્થો સાથે બે ઈરાની નાગરિકોને ઝડપ્યા હતા. હાલમાં આ બોટને વધુ તપાસ માટે પોરબંદર જેટી પર લાવવામાં આવી રહી છે, જ્યાં વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments