E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratDwarka : લાખોના દારૂના જથ્થા પર ફર્યું બુલડોઝર

Dwarka : લાખોના દારૂના જથ્થા પર ફર્યું બુલડોઝર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 1444 વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. DYSP અને પ્રાંત અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતા રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. આવામાં દેવભૂમિ જિલ્લામાંથી પોલીસે ઘણા કેસો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપ્યો છે. આ વિદેશી દારૂના જથ્થાના મુદ્દામાલનો નાશ આજ રોજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ પોલીસ મથકો હેઠળ પકડાયેલા લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જાહેર નાશ કરવામાં આવ્યો હતો.

જામ ખંભાળીયા, સલાયા, વાડીનાર અને ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ દરોડા દરમિયાન ઝડપાયેલી કુલ 1444 વિદેશી દારૂની બોટલોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત રૂ. 11.72 લાખ જેટલી થાય છે. પોલીસ દ્વારા આ તમામ બોટલોને ખુલ્લા મેદાનમાં પાથરી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11.72 લાખના દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે. જામ ખંભાળીયા, સલાયા, વાડીનાર અને ભાણવડ પોલીસના હાથે ઝડપાયેલી 1444 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજર રહ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન હજારો બોટલોનો કચ્ચરઘાણ બોલાવી દેવાયો હતો. આ સમગ્ર કામગીરીની દેખરેખ રાખવા માટે પ્રાંત અધિકારી કે. કે. કરમટા અને પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments