HomeGujaratDwarka : વાતાવરણમાં આવ્યો પલટો: ધોમધખતા ઉનાળે અષાઢી માહોલ જામ્યો

Dwarka : વાતાવરણમાં આવ્યો પલટો: ધોમધખતા ઉનાળે અષાઢી માહોલ જામ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થતા દ્વારકાવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

દ્વારકા શહેરમાં વાતાવરણ એટલું પલટાયું હતું કે જાણે અષાઢી આભ મંડાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાદળછાયા વાતાવરણ અને ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ કમોસમી વરસાદની આ એન્ટ્રીએ ચિંતા પણ વધારી છે. યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પણ આ અચાનક બદલાયેલા હવામાનને જોઈ આશ્ચર્યચકિત થયા હતા.

આ કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, તેમને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદ વધુ વરસે તો તૈયાર થયેલા પાકની ગુણવત્તા બગડી શકે છે અને ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની શક્યતા છે. અત્યારે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ હજુ પણ વાદળોથી ઘેરાયેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments