E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainemt : માન આપશો તો માન મળશે… મજાકમાં પણ… પાપા રાઝી પર...

Entertainemt : માન આપશો તો માન મળશે… મજાકમાં પણ… પાપા રાઝી પર ભડકી બિગ બોસ ફેમ ફરહાના ભટ્ટ

જયા બચ્ચન બાદ ફરી એક અભિનેત્રીએ પાપા રાઝીને આડેહાથ લીધા. બિગ બોસ 19 ફેમ અભિનેત્રી ફરહાના ભટ્ટ પાપા રાઝી પર ગુસ્સે થઈ હતી. સોશિયલ મીડિયામાં ફરહાનાના આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.

જયા બચ્ચન બાદ ફરી એક અભિનેત્રીએ પાપા રાઝીને આડેહાથ લીધા. માન આપશો તો માન મળશે… હું તમારો આદર કરું છું પરંતુ વારંવાર મજાક કરવી મને પસંદ નથી. આ શબ્દો છે ફરહાના ભટ્ટના. એક ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ જયારે આ અભિનેત્રી બહાર આવી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી. તેમની આ વર્તણૂંક જોઈએ બિગ બોસ 19 ફેમ અભિનેત્રી ફરહાના ભટ્ટ પાપા રાઝી પર ગુસ્સે થઈ હતી. સોશિયલ મીડિયામાં ફરહાનાના આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.

લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 19માં ટોચના 5 સ્પર્ધકમાં ફરહાના ભટ્ટ સામેલ થઈ હતી. આ શો બાદથી અભિનેત્રી ફરહાનાનું નામ ઘર-ઘરમાં જાણીતું બન્યું. બિગ બોસ સમાપ્ત થયા પછી, ફરહાના કોઈને કોઈ વાતને લઈને સમાચારમાં રહે છે. બિગ બોસ સકસેસની પાર્ટીમાં ફરહાનાના ડાન્સ મૂવ્સે ધમાલ મચાવી હતી. સોશિયલ મીડિયામાં તેના ડાન્સના વીડિયો જબરજસ્ત વાયરલ થયો હતો.

આ અભિનેત્રી અનેક વખત પાપારાઝી સાથે મજા કરતી અને ખુલ્લેઆમ વાતચીત કરતી જોવા મળે છે, ત્યારે તે તાજેતરમાં તેમને પોતાના મનનો ભાગ આપતી જોવા મળી હતી. ફરહાના ભટ્ટનો પાપારાઝીને ઠપકો આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે એક કાર્યક્રમમાં હાજરી આપી રહી હતી અને ત્યાં તેમને જોઈને ગુસ્સે થઈ ગઈ. અભિનેત્રીએ પાપારાઝીને પૂછ્યું, “તમે હમણાં શું કહી રહ્યા હતા? હવે મને કહો.”

અભિનેત્રીએ ઉમેર્યું કે, મારી સાથે આવું ફરી ના કરતા.. ફરહાના ભટ્ટે ઇવેન્ટ વેન્યુની બહાર પાપારાઝીને ઠપકો આપતા કહ્યું, “હું તમને પ્રેમ કરું છું. હું મજાક કરું છું. બધું બરાબર છે, તમે મને માન આપશો તો જ તમને માન મળશે. મજાકમાં પણ મર્યાદા ના ઓળગંવી જોઈએ તેવી પાપારાઝીને ફરાહાનાએ સલાહ આપી. ફરહાનાનો ગુસ્સો જોઈને, ઘટનાસ્થળે હાજર ફોટોગ્રાફરે કહ્યું કે તે ફક્ત મજાક કરી રહ્યો હતો અને કંઈ ગંભીર કહ્યું ન હતું. અભિનેત્રીએ સ્પષ્ટપણે જવાબ આપ્યો કે કેટલીક બાબતોની મર્યાદાઓ હોય છે જેને આપણે ઓળંગવી ન જોઈએ. ફરહાનાના બોલ્ડ અને આત્મવિશ્વાસપૂર્ણ વલણથી સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments