ટીવી શો અનુપમામાં એક નવો ટ્રેક શરૂ થયો છે, જેમાં દિગ્વિજય પાત્રની એન્ટ્રી જોવા મળશે. સચિન ત્યાગી આ ભૂમિકા ભજવી રહ્યા છે. સચિનના આગમનથી અનુપમાના જીવનમા એક નવો વળાંક આવશે.
રાજન શાહીનો લોકપ્રિય શો અનુપમા વર્ષોથી હિન્દી પ્રેક્ષકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શોમાં અત્યારે એક નવો ટ્રેક શરૂ થયો છે, જેમાં અનુપમા પોતાના પરિવારને છોડીને એક સફર પર નીકળી છે. આ નવા સફરમાં મેકર્સે એક મિસ્ટ્રી મેનની એન્ટ્રી કરાવી છે, જેનું નામ દિગ્વિજય છે. આ પાત્ર જાણીતા અભિનેતા સચિન ત્યાગી ભજવી રહ્યા છે. શોમાં તેનું પાત્ર થોડું કડક સ્વભાવનું છે, જેની અનુપમા સાથે બિલકુલ બનતી નથી. ફેન્સને આશા છે કે ભવિષ્યમાં આ બંને વચ્ચે રોમેન્ટિક ટ્રેક શરૂ થઈ શકે છે.
સચિન ત્યાગી ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. તેણે રાજન શાહીના જ બીજા ફેમસ શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મનીષ ગોયન્કાનું પાત્ર 8 વર્ષ સુધી ભજવ્યું હતું. સચિન મેરઠના વતની છે અને હિન્દુ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. અંગત જીવનની વાત કરીએ તો, તેણે બે વાર લગ્ન કર્યા છે. તેની બીજી પત્ની ફેમસ ટીવી અભિનેત્રી રક્ષંદા ખાન છે. વર્ષ 2006માં કુછ અપને કુછ પરાયેના સેટ પર તેમની મુલાકાત થઈ હતી અને 2014માં તેમણે લગ્ન કર્યા હતા.

સચિન ત્યાગી 1993માં મુંબઈ આવ્યા ત્યારે તેઓ સિંગર બનવા માગતા હતા. શરૂઆતમાં તેણે કાર ટ્રેડર તરીકે પણ કામ કર્યું હતું. 2003માં તેણે પોતાનું મ્યુઝિક આલ્બમ લોન્ચ કર્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ 2004માં ફેમિલી બિઝનેસ શો દ્વારા તેમણે એક્ટિંગમાં પદાર્પણ કર્યું. 2007માં તેણે સિંગિંગ રિયાલિટી શો ઝૂમ ઈન્ડિયા જીત્યો હતો. તેણે તુમ્હારી દિશા, રામાયણ, તેરે શહેર મેં, સ્વરાગિની અને વો તો હૈ અલબેલા જેવા અનેક હિટ શોમાં કામ કર્યું છે.
શોમાં અત્યાર સુધી અનુપમાના બે લગ્ન બતાવવામાં આવ્યા છે. પહેલા વનરાજ શાહ સાથે, જેણે કાવ્યા માટે અનુપમાને દગો આપ્યો હતો. ત્યારબાદ અનુપમાએ અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના) સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. હવે જો ટીઆરપી (TRP) વધારવા માટે મેકર્સ અનુપમા અને દિગ્વિજયની જોડી બનાવે, તો પ્રેક્ષકો માટે તે આશ્ચર્યજનક નહીં હોય, કારણ કે ટીવી શોમાં TRP માટે બધું જ શક્ય છે.


