E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : અમિતાભ બચ્ચન બ્લોગ પર હંમેશા પોતાની લાગણીઓ અને વિચારો શેર...

Entertainment : અમિતાભ બચ્ચન બ્લોગ પર હંમેશા પોતાની લાગણીઓ અને વિચારો શેર કરતા હોય છે. ફરી એક વખત અમિતાભ બચ્ચન ભાવુક દેખાયા.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. સદીના મહાનાયક રહેવા ઇન્સ્ટા પોસ્ટ અથવા બ્લોગ દ્વારા હંમેશા ફેન્સ સાથે કનેકટ રહે છે. અગાઉ અમિતાભની એક ક્રિપ્ટીક પોસ્ટને લઈને ફેન્સ ચિંતાતુર થયા હતા. ત્યારે ગઇકાલે ફરી એક વખત અમિતાભ બચ્ચન ભાવુક દેખાયા. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પુત્ર અભિષેકની પ્રસંસા કરી. બ્લોગ પર હંમેશા પોતાની લાગણીઓ અને વિચારો શેર કરતા હોય છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે તેઓ એકલાતાપણું અને બેચેની અનુભવી રહ્યા હતા. પરંતુ અભિષેક અચાનક તેમના રૂમમાં આવ્યો અને તેમને મળ્યો વાતચીત કરી. તેમની ચિંતા, એકલતા અને બેચેની બધું જ દૂર થઈ ગયું.

શહેનશાહ તરીકે લોકપ્રિય અમતિભ બચ્ચન 83 વર્ષે પણ સક્રિય છે. ફિલ્મો અને રીયાલિટી શો સાથે તેઓ બ્લોગ પણ લખતા હોય છે. તાજેતરમાં પોતાના બ્લોગમાં પોતાના પુત્ર અભિષેકની પ્રશંસા કરી. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું, અભિષેક એક અદ્ભુત, વિચારશીલ જીવનસાથી, મિત્ર અને ઘણું બધું છે.” આ પહેલી વાર નથી જ્યારે અમિતાભે તેમના પુત્ર અભિષેકની પ્રશંસા કરી હોય. તેમણે અગાઉ તેને પોતાનો સાચો ઉત્તરાધિકારી ગણાવ્યો છે. તેમણે અભિષેકના અભિનયની પણ પ્રશંસા કરી છે.

અભિષેક બચ્ચને ત્યારે અમિતાભને મળ્યા જયારે તેઓ એકલતાપણું અનુભવી રહ્યા હતા. બચ્ચને પોતાના બ્લોગમાં આ બાબતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું હતું કે ”અલગ થવાની, વિભાજનની, ફક્ત નકામીપણાની વેદનામાં… એક સ્વાગતભર્યો શ્વાસ આવે છે… પુત્ર… મારા રૂમમાં અચાનક આવે છે… એક આશ્ચર્ય… બધી નકારાત્મકતા, ચિંતા, ચિંતા ધોઈ નાખે છે…” તેમણે પુત્ર અભિષેક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેને એક મિત્ર અને એક મહાન જીવનસાથી કહ્યો.

અમિતાભના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બચ્ચન છેલ્લે એક્શન ડ્રામા “વેટ્ટૈયાં” માં જોવા મળ્યા હતા, વર્ષો બાદ પોતાના ખાસ મિત્ર રજનીકાંત સાથે સહયોગ કર્યો હતો. જયારે અભિષેક બચ્ચન છેલ્લે “કાલીધર લપટા” માં જોવા મળ્યો હતો. આગામી સમયમાં અભિષેક “રાજા શિવાજી” માં જોવા મળશે, જેનું દિગ્દર્શન રિતેશ દેશમુખ દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના જીવન પર આધારિત છે. વધુમાં, તે શાહરૂખ ખાન સાથે “કિંગ” માં પણ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments