E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeBollywoodEntertainment : ઈલિયાના કેમ બહાર થઈ રેડ 2ની ફિલ્મમાંથી એકટ્રેસે કર્યો ખુલાસો

Entertainment : ઈલિયાના કેમ બહાર થઈ રેડ 2ની ફિલ્મમાંથી એકટ્રેસે કર્યો ખુલાસો

ગયા મહિને અટલે મે મહિનામાં અજય દેવનગની ફિલ્મ રેડ 2 રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ખાસી ચર્ચા પણ થઈ હતી. આ ફિલ્મમાં પહેલા જે કાસ્ટ હતી તે જ રેડ 2માં રાખવામાં આવી હતી. પરંતુ ઈલિયાના બદલે વાણી કપૂરને માલિની પટનાયકના રોલમાં તેને કાસ્ટ કરવામાં આવી હતી.આ બાબતે બધાએ સવાલો ઉઠાવ્યા હતા કે વાણી કપૂર આ રોલને સારી રીતે નહી કરી શકે. પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી એકટ્રેસે આ પાત્ર સરસ રીતે ભજવ્યું હતું. ઈલિયાના ગયા વર્ષે ફિલ્મ દો ઔર દો પ્યારમાં જોવા મળી હતી. ત્યારબાદ ફેન્સે અનુમાન લગાવ્યું હતું કે તે રેડ 2માં પણ જોવા મળશે.

2018માં અજય દેવગનની ફિલ્મ રેડ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમજ ઈલિયાના અને અજય દેવગનની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. પણ હવે રેડ 2માં તેને વાણી કપૂર સાથે રિપ્લેશ કરવામાં આવી હતી. હવે આ બબાતે ઈલિયાનાએ ખુલાસો કર્યો હતો કે તે કેમ રેડ 2નો ભાગ કેમ ના બની. તેણે કહ્યું કે આ ફિલ્મ મારા માટે ખાસ છે અને વધુ ખાસ માલિની પટનાયકનું પાત્ર છે.

એકટ્રેસે પોતોના સોશિયલ મીડિયા ઈન્સટાગ્રામમાં સવાલ-જવાબ સેશન રાખ્યું હતું અને ફેન્સ તેને ઘણા બધા સવાલો પૂછી રહ્યા હતા. તેમાંથી એક ફેન એ પૂછ્યુ કે રેડ 2 ફિલ્મ કેમ ના કરી. તે એકટ્રેસે જવાબ આપતા કહ્યું કે રેડ 2 મને ઓફર થઈ હતી પરંતુ અમે શેડ્યુલ નક્કી ના કરી શક્યા. મે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને આ સમયે હું મારો પૂરો સમય મારા બાળકને આપવા માગુ છું

ઈલિયાનાએ ફિલ્મમાં વાણીના વખાણ કરતા કહ્યું કે તેને ફિલ્મમાં ખૂબ સરસ કામ કર્યું છે. વાણી ફિલ્મમાં ખૂબ સુંદર લાગી રહી છે. એકટ્રેસે ફિલ્મ ડાયરેક્ટર અને અજય સાથે કામ કરવાના અનુભવને ખૂબ સારો કહ્યો. આ ફિલ્મનું ડાયરેક્શન રાજ કુમાર ગુપ્તાએ કર્યું છે અને આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં રિતેશ દેશમુખ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments