E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : ઓરીએ સારા વિશે ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડ

Entertainment : ઓરીએ સારા વિશે ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડ

પોતાની ચિત્રવિચિત્ર હરકતો માટે બદનામ સોશિયલ મીડિયા પર્સનાલિટી ઓરહાન અવતરામાની ઉર્ફે ઓરીએ તાજેતરમાં સારા અલી ખાન વિશે એક ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે. સારા અલી ખાન તથા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બંનેએ ઓરીને અનફોલો કરી દીધો છે.

ઓરી અનેક બોલિવુડ સેલિબ્રિટીનો અંગત મિત્ર છે. ખાસ કરીને જાહ્નવી કપૂર સાથે તેની નિકટતા જાણીતી છે. જોકે, ઓરીને બોલિવુડ કલાકારો આટલું મહત્વ શા માટે આપે છે તે હજુ સુધી કોઈને સમજાયુું નથી. ઓરીએ તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સારાની હિટ ફિલ્મોની સંખ્યા આંતરવસ્ત્રોની લંબાઈ જેટલી ટૂંકી છે તેવી મજાક કરી હતી. તે પછી સોશિયલ મીડિયા યૂઝર્સએ તેના પર ભારે પસ્તાળ પાડી હતી. કેટલાક ચાહકોએ લખ્યું હતું કે પોતે જાહ્નવી સહિતના અમુક બોલિવુુડ સ્ટાર્સને ઓરી જેવા વાહિયાત માણસ સાથેની નિકટતાને કારણે અનફોલો કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments