બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના 60મા જન્મદિવસે કેટરિના કૈફે એક ખાસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. કેટરિનાએ સલમાનને ‘સુપર હ્યુમન’ ગણાવીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન આજે, 27 ડિસેમ્બરે પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને બોલીવુડ સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે. આ ખાસ અવસરે, સલમાનની ખાસ મિત્ર અને કો-સ્ટાર કેટરિના કૈફે તેને ખૂબ જ સુંદર રીતે વિશ કર્યું છે.
કેટરિના કૈફે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સલમાન ખાનની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં સલમાન બાઇક રાઇડ એન્જોય કરતો જોવા મળે છે. આ ફોટો સાથે કેટરિનાએ લખ્યું:

“ટાઈગર ટાઈગર ટાઈગર… તમારા જેવા ‘સુપર હ્યુમન’ ને 60મા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ… તમારો દરેક દિવસ પ્રેમ અને પ્રકાશથી ભરેલો રહે.”
સલમાન અને કેટરિનાની જોડી બોલીવુડની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક છે. તેઓએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે:
- એક થા ટાઈગર (2012)
- ટાઈગર ઝિંદા હૈ (2017)
- ટાઈગર 3 (2023)
- ભારત (2019)
કેટરિનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સલમાન સાથે તેની 16 વર્ષ જૂની મિત્રતા છે અને તે ખૂબ જ ભરોસાપાત્ર વ્યક્તિ છે જે હંમેશા મિત્રોની પડખે ઉભા રહે છે.
સલમાન ખાને પોતાનો 60મો જન્મદિવસ પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર પરિવાર અને મિત્રો સાથે મનાવ્યો હતો. આ પાર્ટીમાં એમ.એસ. ધોની, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર, તબુ અને હુમા કુરેશી જેવા સ્ટાર્સે હાજરી આપી હતી.


