E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : ઘરેલુ હિંસા, અત્યાચાર…હું તૂટી ગઈ હતી.. 15 વર્ષના લગ્ન જીવન...

Entertainment : ઘરેલુ હિંસા, અત્યાચાર…હું તૂટી ગઈ હતી.. 15 વર્ષના લગ્ન જીવન પર સેલિના જેટલીએ તોડયું મૌન

સેલિના જેટલીઓ પોતાની તાજેતરની પોસ્ટમાં તૂટેલા લગ્નજીવન પાછળનું કડવું સત્ય જણાવ્યું. જેમાં તેણે પતિ પીટર હાગ પર ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો ગંભીર આરોપ લગાવ્યો છે.બોલિવૂડની ‘નો એન્ટ્રી’ ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી સેલિના જેટલી અત્યારે તેના અંગત જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. સેલિનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની પીડા ઠાલવી છે. અભિનેત્રીએ પતિ પીટર હાગ સાથે સંબંધોની વાસ્તવિકતા જણાવી. 15 વર્ષ સુધી ઘરેલુ હિંસા, અત્યાચરનો ભોગ બની છું. આખરે હું તૂટી ગઈ…અને અલગ થવાનો અંતિમ નિર્ણય લીધો. સેલિના જેટલીઓ પોતાની તાજેતરની પોસ્ટમાં તૂટેલા લગ્નજીવન પાછળનું કડવું સત્ય જણાવ્યું. જેમાં તેણે પતિ પીટર હાગ પર ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસનો ગંભીર આરોપ લગાવ્યો છે.

સેલિનાએ તેની પોસ્ટમાં લખ્યું, “બધી સુંદર વસ્તુઓ પાછળનું સત્ય… ખરેખર કડવું હોય છે. લાંબા સમય સુધી લગ્ન ટકી રહેવા એટલે ખરેખર પ્રેમ હોય છે તેવું નથી. મેં 15 વર્ષ સુધી અસહ્ય ત્રાસ સહન કર્યો. હજારો લોકોનો આભાર જેઓ મારી સાથે તેમની વાર્તાઓ શેર કરવાનું ચાલુ રાખે છે… તમે મને પૂછ્યું કે મારા 15 વર્ષ જૂના તૂટેલા લગ્નજીવનમાંથી મારો સૌથી મોટો પાઠ શું છે? જેઓ મારા લેખનને અનુસરે છે તેઓ જાણે છે કે હું મારી જાતને શ્રેષ્ઠ રીતે કેવી રીતે વ્યક્ત કરું છું… જ્યારે હું બોલી શકતી ન હતી, જ્યારે મને સાંભળવામાં આવતું ન હતું ત્યારે મેં તેનો ઉપયોગ કર્યો હતો.” તેણીએ આગળ સમજાવ્યું કે પત્રો તેના લગ્નને બચાવવા અને તેના પરિવારને સુરક્ષિત રાખવાનો એક માર્ગ બન્યા.

તેણે જણાવ્યું કે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાનો અર્થ એ નથી કે જીવનમાં દુઃખ નથી. તેણે લખ્યું, “મારો પ્રેમ દર્શાવવાનો પ્રયાસ એ દુર્વ્યવહાર સહન કરીને પણ ટકી રહેવાની લડાઈ હતી, નહીં કે દુર્વ્યવહારની ગેરહાજરીનો કોઈ પુરાવો. તેણે શેર કર્યું કે તેના લગ્ન પ્રેમ અને પીડા વચ્ચે ઝૂલતા રહ્યા. જ્યારે તે બોલી શકતી ન હતી ત્યારે તેણે પત્રો દ્વારા પોતાની અભિવ્યક્તિ શરૂ કરી હતી. સેલિનાએ લખ્યું, જ્યારે મને સાંભળવામાં આવતી ન હતી, ત્યારે આ પત્રો જ મારો અવાજ બન્યા હતા. તે મારા લગ્નને બચાવવા અને પરિવારને સુરક્ષિત રાખવાનો મારો છેલ્લો પ્રયાસ હતો. અભિનેત્રી સેલિનાનું 15 વર્ષના લગ્ન જીવન પર દર્દ છલકાયું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments