ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધો હંમેશા ચર્ચામાં રહે છે. ઐશ્વર્યાએ પરિણીત મહિલાઓને આપેલી એક ખાસ સલાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. હાલમાં તે ફિલ્મી પડદાથી દૂર પોતાની પુત્રી આરાધ્યાના ઉછેરમાં વ્યસ્ત છે. પરંતુ, ઐશ્વર્યાએ એકવાર લગ્નજીવનને ટકાવી રાખવા માટે મહિલાઓને જે સલાહ આપી હતી, તે આજે ફરી એકવાર વાયરલ થઈ રહી છે.
વર્ષ 2007માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય કરણ જોહરના ફેમસ ચેટ શો કોફી વિથ કરણમાં મહેમાન બન્યા હતા. આ દરમિયાન અભિષેકે મજાકિયા અંદાજમાં ખુલાસો કર્યો હતો કે, જ્યારે પણ અમારી વચ્ચે ઝઘડો થાય છે, ત્યારે હંમેશા મારે જ પહેલ કરવી પડે છે. દુનિયાનો કોઈપણ પરિણીત પુરુષ આ વાત સમજી શકે છે કે પત્ની ક્યારેય સામે ચાલીને માફી માગતી નથી. દરેક લગ્નજીવનમાં પત્ની હંમેશા સાચી જ હોય છે.

અભિષેકની આ વાત સાંભળ્યા બાદ ઐશ્વર્યાએ જે જવાબ આપ્યો તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઐશ્વર્યાએ કહ્યું હતું કે, ચૂપ રહેવું એ પરિણીત મહિલાની સૌથી મોટી તાકાત છે. આ કોઈ જીદની વાત નથી, પરંતુ પ્રેમ માટે રસ્તો કરી આપવાની વાત છે. ઐશ્વર્યાની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે તે સંબંધોમાં શાંતિ અને સમજદારીને કેટલું મહત્વ આપે છે.
છેલ્લા કેટલાક સમયથી અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાની ચર્ચાઓ જોર પકડતી હતી, પરંતુ આ કપલે મૌન જાળવી રાખ્યું છે. હાલ,માં તેઓ આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા અને નવા વર્ષની ઉજવણી માટે પણ વિદેશ ગયા હતા, જેણે ખબરો પર પૂર્ણવિરામ મૂક્યું છે.


