સાઉથ અભિનેતા જુનિયર એનટીઆરની RRR ફિલ્મને સફળતા મળ્યા બાદ બોલીવુડમાં એન્ટ્રી મારી. War-2 ફિલ્મમાં જુનિયર એનટીઆરે ઋતિક રોશન સામે વિલનનો રોલ કર્યો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ તેવો પ્રતિસાદ ના મળ્યો પરંતુ NTRના કામની પ્રશંસા થઈ. હાલમાં અભિનેતા પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત “ડ્રેગન”ને લઈને વ્યસ્ત છે. જુનિયર એનટીઆરની “ડ્રેગન”ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં વિલનનો રોલ કરનાર ફેમસ મલાયમ અભિનેતાએ ફિલ્મ છોડી દિધાના અહેવાલ છે. NTRની આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે તેવી સંભાવના છે.

વેબસાઇટના અહેવાલ મુજબ જુનિયર NTR અભિનીત અને પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત “ડ્રેગન” માં વિલનની ભૂમિકા ભજવવા માટે મલયાલમ અભિનેતા ટોવિનો થોમસની પસંદગી કરવામાં આવી છે. હવે, એવું બહાર આવ્યું છે કે ટોવિનો થોમસે ફિલ્મના શૂટિંગમાં વિલંબને કારણે પ્રોજેક્ટ છોડી દીધો છે. થોમસે પોતે કહ્યું હતું કે, “આ ફિલ્મ માટે તારીખો શોધવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી જ તે તે કરી રહ્યો નથી.”
અભિનેતા ટોવિનોએ “ડ્રેગન” ફિલ્મ છોડવાને લઈને કારણ આપતા જણાવ્યું કે મને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું ગમે છે, પરંતુ મલયાલમ ઉદ્યોગની કાર્યશૈલી ખૂબ જ અલગ છે. અમે એક મલયાલમ ફિલ્મ એક શેડ્યૂલમાં પૂર્ણ કરીએ છીએ, પરંતુ તેલુગુ ફિલ્મો અનેક શેડ્યૂલમાં શૂટ કરવામાં આવે છે. મને એક જ સમયે બહુવિધ ફિલ્મો લેવાનું પસંદ નથી. તેથી જ મેં ઘણી બધી ફિલ્મો કરી છે. તેલુગુ ફિલ્મો ઘણી મોટી હોય છે. જો હું એક તેલુગુ ફિલ્મ કરું છું, તો તેની અસર 4-5 મલયાલમ ફિલ્મો પર પડશે. જો તેમને એક જ શેડ્યૂલમાં પૂર્ણ કરી શકાય તેવી તેલુગુ ઓફર મળે, તો તેઓ તે કરવા માટે ખુશ થશે.


