HomeBollywoodEntertainment : ટોપ 5 માં તારક મહેતાની એન્ટ્રી, નાગિન 7 અને અનુપમાના...

Entertainment : ટોપ 5 માં તારક મહેતાની એન્ટ્રી, નાગિન 7 અને અનુપમાના રેટિંગમાં ફેરફાર

TRP Week 10 Report 2026: વર્ષ 2026 ના 10મા અઠવાડિયાની TRP રિપોર્ટ જાહેર થયો છે. વર્લ્ડ કપ ફાઈનલની અસરથી નાગિન 7 અને લાફ્ટર શેફ્સ પટકાયા છે. જુઓ ટોપ 20 શોની યાદી.

ટેલિવિઝન દુનિયામાં દર અઠવાડિયે જેની આતુરતાથી રાહ જોવાય છે, તે BARC ની TRP રિપોર્ટ (વીક 10, 2026) સામે આવી ચુકી છે. આ અઠવાડિયે ક્રિકેટના ફીવર અને ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની સીધી અસર મનોરંજનના શો પર જોવા મળી છે. કેટલાક જૂના દિગ્ગજ શો ફેંકાઈ ગયા છે, તો ગોકુલધામ સોસાયટીના સભ્યોએ લાંબી છલાંગ લગાવી છે.

ટોપ 5 માં મોટો ફેરફાર
રેટિંગ્સમાં આ અઠવાડિયે પણ ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ એ સામાન્ય ઘટાડા છતાં નંબર 1 નું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે ‘અનુપમા’ શો બીજા ક્રમે સ્થિર છે. સૌથી મોટો ઉલટફેર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળ્યો છે, જેણે સીધી ટોપ-5 માં એન્ટ્રી કરી લીધી છે. ‘તુમસે તુમ તક’ ત્રીજા ક્રમે અને ‘વસુધા’ એ પાંચમા ક્રમે રહી પોતાની પકડ મજબૂત કરી છે.

વર્લ્ડ કપ ફાઈનલને કારણે એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન 7’ ના રેટિંગમાં ગાબડું પડ્યું છે અને તે ખસીને 10મા ક્રમે આવી ગયો છે. જોકે, સૌથી ખરાબ હાલત ‘લાફ્ટર શેફ્સ’ ની થઈ છે, જે સીધો 15મા ક્રમે પટકાયો છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પણ આ અઠવાડિયે નબળું પડી 7મા સ્થાને પહોંચ્યું છે.

TRP Week 10: ટોપ 20 શોની યાદી

  1. ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી
  2. અનુપમા
  3. તુમસે તુમ તક
  4. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
  5. વસુધા
  6. ગંગા માઈ કી બેટિયાં
  7. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ
  8. ઉડને કી આશા
  9. જગધાત્રી
  10. નાગિન 7

નવા શોની વાત કરીએ તો ‘તારા’ એ 1.1 રેટિંગ સાથે સારી શરૂઆત કરી 18મા ક્રમે જગ્યા બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી અઠવાડિયે જ્યારે ક્રિકેટનો ફિવર ઉતરશે, ત્યારે આ શો ફરી પોતાની બાદશાહત મેળવી શકે છે કે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments