ફેમસ સિંગર નેહાની એક પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં વિવાદ ઉઠયો હતો કે તે ડિવોર્સ લઈ રહી છે. હવે નેહા કક્કડે સોશિયલ મીડિયામાં ડિવોર્સની અફવા પર મૌન તોડયું છે.
ફેમસ સિંગર નેહા કક્કડે સોશિયલ મીડિયામાં ડિવોર્સની અફવા પર મૌન તોડયું છે. ગતરોજથી નેહા કક્કડ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. કારણ કે ગઇકાલે 19 જાન્યુઆરીના રોજ નેહા કક્ડે પોતાના એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી, જેને તેણે પછીથી ડિલીટ કરી દીધી હતી. પરંતુ થોડા જ સમયમાં નેહાની પોસ્ટ જબરજસ્ત વાયરલ થઈ ગઈ હતી. નેહાની આ પોસ્ટ બાદ તે પતિથી અલગ થઈ રહી છે તેવી સોશિયલ મીડિયામાં અટકળો શરૂ થઈ. હવે ડિવોર્સની ચર્ચા પર નેહા કક્ડ ગુસ્સે ભરાઈ અને કહ્યું મારા નિર્દોષ પતિને આ બધામાં સામેલ ના કરો.

આખરે નેહા કક્કડની આ પોસ્ટમાં એવું શું હતું જેના બાદ ડિવોર્સની અફવા જોર પકડ્યું. વાસ્તવમાં લોકપ્રિય ગાયિકા અને રિયાલિટી શો જજ નેહા કક્કરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને હેડલાઇન્સ બનાવી હતી. નેહાએ આ પોસ્ટ શેર કર્યા બાદ તરત જ ડિલીટ કરી લેતા યુઝર્સ માટે પણ તે દિવસભર રહસ્ય રહ્યું. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તે સંબંધો અને કામથી વિરામ લઈ રહી છે. આ પોસ્ટમાં,ગાયિકાએ પોતાની જવાબદારીઓમાંથી વિરામ લેવાની વાત કરી હતી, જેના કારણે કેટલાક લોકો તેના પતિ રોહનપ્રીતથી છૂટાછેડા લેવાની અટકળો કરવા લાગ્યા હતા. આનાથી એવી અટકળો શરૂ થઈ ગઈ કે તે છૂટાછેડા લઈ રહી છે.
નેહા કક્ડના લગ્ન જીવન વિશે વધુ ચર્ચા થાય તે પહેલાં જ તેણે છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે. એક પોસ્ટને લઈને ચાલી રહેલા સોશિયલ મીડિયામાં ચર્ચાને જોઈને, નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ એકાઉન્ટ પર સ્પષ્ટતા કરી, તેના લગ્નને લગતી અટકળો અને અફવાઓનો ઉલ્લેખ કર્યો. નેહાએ લખ્યું, “મિત્રો, કૃપા કરીને મારા નિર્દોષ પતિ કે મારા પ્રેમાળ પરિવારને આમાં ના ઘસડો! તેઓ મારા શ્રેષ્ઠ લોકો છે જેને હું જાણું છું, અને આજે હું જે કંઈ છું તે તેમના સમર્થનને આભારી છું. નેહાએ આગળ લખ્યું, “બીજા લોકો અને સિસ્ટમો પણ છે જેનાથી હું નારાજ છું. મને આશા છે કે તમે સમજશો અને મારા પતિ અને પરિવારને આનાથી દૂર રાખશો.


