E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : દીપિકા પાદુકોણનો મોટો નિર્ણય, હોલીવુડની સુપરહિટ સીરીઝ 'The White Lotus'...

Entertainment : દીપિકા પાદુકોણનો મોટો નિર્ણય, હોલીવુડની સુપરહિટ સીરીઝ ‘The White Lotus’ માં કામ કરવાની પાડી ના

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રી છે. દીપિકા પાદુકોણ ફરી સમાચારની હેડલાઈન બની છે. અગાઉ કલ્કિ ફિલ્મ અને સ્પિરિટ ફિલ્મમાંથી દીપિકા બહાર થતા ચર્ચામાં હતી. ત્યારે હાલમાં દીપિકા પાદુકોણ હોલીવુડના એક પ્રોજકેટ છોડવાને લઈને સમાચારમાં છે. તાજેતરમાં મીડિયામાં ચર્ચા હતી કે એક નવા પ્રોજેક્ટ સાથે દીપિકા પાદુકોણ પ્રેગનન્સી બાદ હોલીવુડમાં વાપસી કરશે. પરંતુ કોઈ બાબતને લઈને મતભેદ થતા દીપિકા હવે હોલીવુડના આ પ્રોજેક્ટનો હિસ્સો નથી તેમ પ્રાપ્ત સૂત્રો દ્વારા જાણવા મળ્યું.

હોલીવુડની લોકપ્રિય બ્લેક કોમેડી સિરીઝ “ધ વ્હાઇટ લોટસ” ની ચોથી સીઝન માટે દીપિકા પાદુકોણનું નામ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું હોવાના સમાચાર હતા. નિર્માતાઓ આ સિરીઝ માટે દીપિકાને પ્રોજેક્ટમાં સામેલ કરવા માટે ઉત્સુક હતા અને આ ભૂમિકા માટે સંપર્ક પણ કર્યો હતો. જોકે, દીપિકાએ તેનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રના જણાવ્યા અનુસાર, “‘ધ વ્હાઇટ લોટસ’માટે ઇનકાર કરવાનું કારણ ઓડિશન હોવાનું સામે આવ્યું.

સીરિઝ માટે કાસ્ટિંગ પ્રક્રિયામાં ઓડિશન એક આવશ્યક ભાગ છે. નિર્માતાઓ કલાકારોને સાઇન કરતા પહેલા ઓડિશન લેવા માંગતા હતા. દીપિકા પાદુકોણ ઓડિશન આપવા માટે ઉત્સુક ન હતી, અને આ જ કારણ હતું કે તેણે ‘ધ વ્હાઇટ લોટસ’ માટે તક નકારી કાઢી હતી. દીપિકા પાદુકોણના ઓડિસન ના આપવના નિર્ણયના કારણે હવે તે હોલીવુડના મોટા પ્રોજેક્ટ “ધ વ્હાઇટ લોટસ”નો હિસ્સો નહીં હોય. અગાઉ પણ દીપિકાને આ સિરીઝ માટે ત્રીજી સીઝનમાં ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તે ગર્ભવતી હતી, તેથી તે તે સ્વીકારી શકી નહીં. હવે ચોથી સીઝન ચાલી રહી હોવાથી નિર્માતાઓ દ્વારા તેને લેવા બીજો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દીપિકાએ ઓડિશન આપવાની ના પાડતા આ સિરીઝ ગુમાવી.

“ધ વ્હાઇટ લોટસ HBO પર ખૂબ જ લોકપ્રિય અમેરિકન ટીવી શ્રેણી છે. “ધ વ્હાઇટ લોટસ” ફિલ્મને એમી એવોર્ડ પણ મળ્યો. અમેરિકામાં તેની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે. જો દીપિકા આ ​​શ્રેણીનો ભાગ હોત, તો તેની લોકપ્રિયતા વધુ હોત. જણાવી દઈએ કે અગાઉ દીપિકાએ હોલીવુડમાં વિન ડીઝલની 2017ની ફિલ્મ XXX: રિટર્ન ઓફ ઝેન્ડર કેજમાં જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments