E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : ધનુષ સાથેના અફેર વચ્ચે મૃણાલે ખોલ્યું પોતાનું દિલ, કહી દીધી આ...

Entertainment : ધનુષ સાથેના અફેર વચ્ચે મૃણાલે ખોલ્યું પોતાનું દિલ, કહી દીધી આ મોટી વાત…

એક વાતચીત દરમિયાન મૃણાલે પ્રેમને દુનિયાની સૌથી સુંદર અનુભૂતિ ગણાવી હતી. તેણે કહ્યું કે, પ્રેમ એ એક એવી લાગણી છે જેનો અનુભવ આ પૃથ્વી પરના દરેક મનુષ્યે કરવો જોઈએ.

બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી મૃણાલ ઠાકુર હાલમાં પ્રોફેશનલ અને પર્સનલ બંને કારણોસર હેડલાઇન્સમાં છે. એકતરફ તેની આગામી ફિલ્મ ‘દો દીવાને શહેર મેં’ અને દુળકર સલમાન સાથેનું લેટેસ્ટ સોંગ ‘ભીગી ભીગી’ ધૂમ મચાવી રહ્યું છે, તો બીજી તરફ સાઉથ સુપરસ્ટાર ધનુષ સાથેના તેના કથિત અફેર અને લગ્નની અફવાઓએ સોશિયલ મીડિયા પર ગરમાવો લાવી દીધો છે. જોકે આ અફવાઓ પર સત્તાવાર મહોર નથી લાગી, પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન મૃણાલે પ્રેમ વિશે જે વાતો કરી છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

એક વાતચીત દરમિયાન મૃણાલે પ્રેમને દુનિયાની સૌથી સુંદર અનુભૂતિ ગણાવી હતી. તેણે કહ્યું કે, પ્રેમ એ એક એવી લાગણી છે જેનો અનુભવ આ પૃથ્વી પરના દરેક મનુષ્યે કરવો જોઈએ. તે માત્ર એક લાગણી નથી, પણ એક એવી શક્તિ છે જે તમને એક વધુ સારા માણસ બનાવે છે. તમારા અંદરના બાળકની જે કંઈ પણ મુંઝવણો કે સમસ્યાઓ હોય, પ્રેમ તેને ઉકેલીને તમને એક નવું અને સકારાત્મક જીવન આપે છે.

જ્યારે મૃણાલને પૂછવામાં આવ્યું કે શું પ્રેમમાં પડ્યા પછી છોકરીઓ વધુ ઉદાર બની જાય છે, ત્યારે તેણે ખૂબ જ પરિપક્વ જવાબ આપ્યો હતો. તેણે આ વાત સાથે અસહમતિ દર્શાવતા કહ્યું કે, ઉદારતાનો સંબંધ જેન્ડર સાથે નથી. જે પણ વ્યક્તિ સાચા પ્રેમમાં હોય છે, તે આપમેળે ઉદાર બની જાય છે. પ્રેમમાં સૌથી પડકારજનક બાબત તેને સ્વીકારવાની છે. ક્યારેક પ્રેમને સમજવો અને તેનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે કારણ કે સમય સાથે તેની વ્યાખ્યા બદલાતી રહે છે.”

મૃણાલના મતે પ્રેમમાં કોઈ શરતો નથી હોતી. તેણે ઉમેર્યું કે, પ્રેમ એક સ્થિર સત્ય છે. બધું એ વાત પર નિર્ભર છે કે તમે તેને કઈ રીતે જુઓ છો. ભલે તે પ્રેમી હોય કે પ્રેમિકા, જ્યારે તમે સાચા હૃદયથી કોઈના પ્રેમમાં હો છો, ત્યારે તમે સામેની વ્યક્તિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થઈ જાઓ છો. સાચો પ્રેમ એ છે જ્યાં તમે તમારી જાતને સંપૂર્ણપણે સમર્પિત કરી દો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments