E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઈક્કિસની રીલિઝ એક સપ્તાહ પાછળ ઠેલાઈ

Entertainment : ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઈક્કિસની રીલિઝ એક સપ્તાહ પાછળ ઠેલાઈ

મુંબઇ : ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ‘ઈક્કિસ’ હવે આગામી નાતાલને બદલે પહેલી જાન્યુઆરીએ રીલિઝ કરાશે. કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની કરણ જોહરે બનાવેલી ફિલ્મ ‘તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી’ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.

‘ઈક્કિસ’નો હિરો અમિતાભ બચ્ચનનો દૌહિત્ર અગસ્ત્ય નંદા છે. આથી, આ ફિલ્મને બહુ મોટી કમર્શિઅલ સફળતા મળવાની આશા ઓછી છે. આ કારણોસર નિર્માતા દિનેશ વિજને બોક્સ ઓફિસ પર ફિલ્મ વધારે પડતી પીટાઈ ન જાય તે માટે રીલિઝ પાછળ ઠેલી હોવાની ચર્ચા છે.

દરમિયાન, અમિતાભ બચ્ચને એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી તેમાં એવો સંકેત આપ્યો હતો કે જ્યોતિષનાં કારણોસર આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments