રણવીર સિંહ ફરી એક વખત એક્શન અવતારમાં ધમાકેદાર વાપસી કરવા તૈયાર છે. “ધુરંધર: ધ રીવેન્જ” અંગે નવી મોટી અપડેટ સામે આવી છે, જેને કારણે ચાહકોમાં ઉત્સાહ બમણો થયો છે.
બોલિવૂડના લોકપ્રિય અને એનર્જેટિક અભિનેતા રણવીર સિંહ હવે ફરીથી એક્શન ફિલ્મ સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહ્યા છે. તેમની આવનારી ફિલ્મ “ધુરંધર: ધ રીવેન્જ” અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધર કરી રહ્યા છે અને ફિલ્મ 19 માર્ચ, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.
“ધુરંધર” ના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. ફિલ્મે રેકોર્ડ તોડી નાખ્યા હતા અને વિશ્વભરમાં ₹1,300 કરોડથી વધુ કમાણી કરી હતી. આ સફળતા બાદ હવે તેની સિક્વલ વધુ મોટા સ્તરે અને ભવ્ય રીતે રજૂ કરવામાં આવી રહી છે.ફિલ્મ રિલીઝ પહેલા નિર્માતાઓએ પ્રમોશનની શરૂઆત કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2026માં ફિલ્મનું એક ખાસ ગીત રિલીઝ કરવામાં આવશે. હાલ આ ગીત કઈ પ્રકારનું હશે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. તે રોમેન્ટિક હશે, ડાન્સ નંબર હશે કે એક્શનથી ભરપૂર ટ્રેક હશે તે અંગે સસ્પેન્સ જાળવવામાં આવ્યું છે. પહેલા ભાગના ગીતોને દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા, તેથી હવે સિક્વલના ગીતો અંગે પણ ભારે અપેક્ષા છે. નિર્માતાઓ આ ગીત દ્વારા ફિલ્મ માટે વધુ ચર્ચા અને ઉત્સાહ ઉભો કરવા માંગે છે.

ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા રિલીઝ થયું હતું અને તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે તમામની નજર ટ્રેલર પર છે. ફિલ્મનું ટ્રેલર 5 માર્ચ, 2026ના રોજ મુંબઈ ખાતે ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવશે. ફિલ્મની સ્ટારકાસ્ટ અને બોલિવૂડના જાણીતા ચહેરાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
“ધુરંધર: ધ રીવેન્જ” માં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ અને સારા અલી ખાન જેવા જાણીતા કલાકારો નજર આવશે. આ મજબૂત સ્ટારકાસ્ટને કારણે ફિલ્મ અંગે ઉત્સાહ વધુ વધી ગયો છે. ફિલ્મ એક્શન, ડ્રામા અને ભાવનાઓથી ભરપૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલા ભાગની સફળતા અને સ્ટોરીલાઇનને ધ્યાનમાં રાખતા, આ સિક્વલ 2026ની સૌથી મોટી હિટ ફિલ્મોમાં સ્થાન મેળવી શકે છે. નિર્માતાઓ ગીત અને ટ્રેલર દ્વારા ફિલ્મ અંગે ચર્ચા ઊભી કરીને બોક્સ ઓફિસ પર મોટો પ્રભાવ પાડવાની તૈયારીમાં છે. હવે જોવાનું રહ્યું કે “ધુરંધર: ધ રીવેન્જ” દર્શકોની અપેક્ષાઓ પર કેટલી ઊતરે છે.


