“ધુરંધર”માં અક્ષય ખન્નાના રહેમાન ડાકુના પાત્રની આજે દરેક જગ્યાએ ચર્ચા છે. ફિલ્મની શરૂઆત જ એક એવા દ્રશ્યથી થાય છે જ્યાં તેમની પત્ની તેમને એક જોરદાર લાફા મારે છે. પરંતુ શું તમને ખબર છે કે આ સીન માટે અક્ષય ખન્નાને એક નહીં, બે નહીં પણ આખા સાત લાફા સહન કરવા પ
અત્યારે દરેક જગ્યા પર એક જ ફિલ્મનો ક્રેઝ છે ધુરંધર , છેલ્લા 3 દિવસમાં આ ફિલ્મે 27 કરોડનો બિઝનેસ કર્યો છે. રણવીર સિંહ, સંજય દત્ત, આર.માધવન અને અર્જુન રામપાલ બધા જ પોતાની એકેટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ સૌથી વધારે ચર્ચામાં છે અક્ષય ખન્નાનો રોલ રહેમાન ડાકુ.
ફિલ્મની શરૂઆતમાં જ તેમની એન્ટ્રી સીન ધાંસુ બની ગયો. જ્યાં તેમની પત્ની ઉલ્ફત જેણે સૌમ્યા ટંડને ભજવી છે તેમને લાફા મારે છે. તે દેખાવમાં તો એક જ લાફો લાગે છે, પરંતુ તે સીનને પરફેક્ટ બનાવવા માટે અક્ષય ખન્નાએ 7 વાર સાચે લાફા ખાધા હતા.

ફિલ્મમાં ડોંગાનું પાત્ર ભજવનાર નવિન કૌશિકએ આ વિશે વિગતે જણાવી હતી. તેમના કહેવા પ્રમાણે, સ્ક્રિપ્ટ વાંચીને તેમને લાગ્યું કે રહેમાન ડાકુનો એન્ટ્રી સીન કદાચ ઉગ્ર અને ઘોંઘાટીયો હશે પરંતુ અક્ષય ખન્ના શાંતિપૂર્વક, આંખોમાં આંસુ લઈ સીનમાં એન્ટ્રી કરી અને સેટ પર હાજર સૌ કોઈ થંભી ગયા. તેમનો હાવભાવ અને આંખોની ભાષા બધાથી વધારે બોલતી હતી.
નવિને આ પણ કહ્યું કે અક્ષય ખન્નાની પોતાની એક આગવી આભા છે અને ‘ધુરંધર’ માટે તેમને ઓસ્કાર મળવો જોઈએ. ખાસ કરીને તે સીનમાં જેમાં રહેમાન તેમના પુત્રના મોત પર તૂટી પડે છે. તે ફિલ્મના સૌથી બેસ્ટ સીનમાં ગણવામાં આવે છે.
લાફા વાળા સીનની વાત કરતા નવિને ખુલાસો કર્યો કે અક્ષય અને ડિરેક્ટર આદિત્ય ધરે પહેલાથી જ નક્કી કરી દીધું હતું કે તેઓ આ સીનમાં કોઈ રિઍક્શન અથવા રીટેકને નાટકીય બનાવશે નહીં લાફાનો જવાબ નહીં મળે, માત્ર ભાવનાઓ દેખાડવામાં આવશે. તેથી,સીનને રીયલ બનાવવા માટે 7 વાર સાચે લાફા જરૂરી બની ગયા હતા. આ જ કારણ છે કે અક્ષય ખન્નાની એન્ટ્રી આજે ‘ધુરંધર’ની સૌથી ચર્ચિત અને યાદગાર સીનમાં ગણી રહી છે.


