E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : બે દીકરીઓ બાદ રૂબીના દિલૈક ત્રીજીવાર છે પ્રેગ્નેન્ટ? વીડિયો શેર...

Entertainment : બે દીકરીઓ બાદ રૂબીના દિલૈક ત્રીજીવાર છે પ્રેગ્નેન્ટ? વીડિયો શેર કરી કહ્યું- હું પ્રેગ્નેન્ટ છું…!

એક્ટ્રેસ રૂબીના દિલૈક પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તે જોડિયા દીકરીઓની મા છે. હવે રૂબીનાએ એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તે ફરી એકવાર પ્રેગ્નન્ટ છે. આ વીડિયોમાં રૂબીના દિલૈક પહેલા એક ઊંડો શ્વાસ લે છે અને પછી કહે છે, હું પ્રેગ્નન્ટ છું. વીડિયોમાં આ સિવાય તેણે વધારે કંઈ કહ્યું નથી.

આ વીડિયો બાદ રૂબીનાએ એક પોસ્ટ પણ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું, જો કંઈક તમારા વિચાર મુજબ ન થયું હોય, તો સમજો કે તે તમારી કલ્પના કરતાં પણ વધારે સારું થવાનું છે. ભગવાનની યોજના ની આ જ સુંદરતા છે. વીડિયોમાં રૂબીનાને મેરૂન સાડીમાં જોવામાં આવી હતી. તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો અને ગળામાં નેકલેસ પહેર્યો હતો. વીડિયોમાં રૂબીના ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રૂબીના દિલૈકે એક્ટર અભિનવ શુક્લા સાથે જૂન 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ બંનેએ જોડિયા દીકરીઓ ઇધા અને જીવા નું સ્વાગત કર્યું હતું. રૂબીના અને અભિનવ પોતાની વૈવાહિક જિંદગીમાં ખૂબ ખુશ છે. બંનેએ સાથે મળીને શો પતિ પત્ની અને પંગા કર્યો હતો, જેમાં તેઓ વિજેતા બન્યા હતા. જ્યારે દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી ફર્સ્ટ રનરઅપ રહ્યા હતા.

રૂબીના દિલૈકને શો છોટી બહુથી નામ અને ઓળખ મળી હતી. આ શોએ રૂબીનાને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધી હતી. તેની સાદગીભરી અદા દર્શકોને ખૂબ ગમી હતી. આ સિવાય તેણે શક્તિ – અસ્તિત્વ એહસાસ કા, જિની ઔર જુજુ જેવા શોમાં પણ કામ કર્યું છે. રૂબીના દિલૈકના શોઝને ફેન્સ ખૂબ પસંદ કરે છે.

રૂબીના દિલૈકે રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. આ શોમાં તે પોતાના પતિ અભિનવ સાથે પહોંચી હતી. શોમાં બંનેએ જણાવ્યું હતું કે તેઓ છૂટાછેડા લેવા જઈ રહ્યા હતા અને પોતાના સંબંધને 6 મહિનાનો સમય આપ્યો હતો. બિગ બોસના ઘરમાં સાથે રહેવાને કારણે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો. કહી શકાય કે બિગ બોસે તેમના સંબંધને ફરી જોડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments