HomeBollywoodEntertainment : બોલવુડમાં શોકનું મોજું! આ જાણીતા સ્ટારના માતાનું થયું નિધન, સાંત્વના...

Entertainment : બોલવુડમાં શોકનું મોજું! આ જાણીતા સ્ટારના માતાનું થયું નિધન, સાંત્વના આપવા પહોંચ્યા દિગ્ગજ સ્ટાર્સ

પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની માતાનું અવસાન થયું છે. તેમના અવસાનથી ડિઝાઇનર ખૂબ જ શોકમાં ડૂબી ગયા છે. ઘણી સેલિબ્રિટીઓ તેમના ઘરે પહોંચી છે.

બોલવુડમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા શોકમાં ડૂબી ગયા છે. તેમની માતાનું 94 વર્ષની વયે અવસાન થયું છે. ઘણા બોલવુડ સ્ટાર્સ તેમના ઘરે તેમનું દુઃખ શેર કરવા માટે પહોંચ્યા હતા. ડિઝાઇનર તેમની માતાની ખૂબ નજીક હતા, અને તેમના નિધનથી તેઓ ખૂબ જ દુ:ખી થઈ ગયા છે. કેટલાક બોલીવુડ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મનીષ મલ્હોત્રાની માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મનીષ મલ્હોત્રાની માતા ગરિમા 94 વર્ષના હતા. ગયા ગુરુવારે રાત્રે ડિઝાઇનરની માતાનું અવસાન થયું. બોલવીુડ સ્ટાર્સને તેમની માતાના અવસાનની જાણ થતાં જ તેઓ તેમના ઘરે દોડી ગયા. મનીષ મલ્હોત્રાનો બોલીવુડ સ્ટાર્સ સાથે ખાસ સંબંધ છે. આ જ કારણ છે કે આ મુશ્કેલ સમયમાં સ્ટાર્સ ડિઝાઇનરની સાથે ઉભા છે.

બોલીવુડના ઘણા સ્ટાર્સ એક પછી એક મનીષ મલ્હોત્રાના ઘરે જતા જોવા મળ્યા. ઐશ્વર્યા રાય બચ્ચન અભિષેક બચ્ચન સાથે ડિઝાઇનરના ઘરે પહોંચ્યા. આ સ્ટાર્સ ઉપરાંત, કરણ જોહર, કરિશ્મા કપૂર, ઉર્મિલા માતોંડકર, મલાઈકા અરોરા, સોનાલી બેન્દ્રે અને અનન્યા પાંડે જેવી અનેક સેલિબ્રિટીઓએ મોડી રાત્રે મનીષ મલ્હોત્રાના ઘરે જઈને તેમનું દુઃખ શેર કર્યું. આ દુઃખદ સમયમાં મનીષ મલ્હોત્રાનો આખો પરિવાર પણ એક સાથે છે.

મનીષ મલ્હોત્રાના પિતાનું 2019માં અવસાન થયું હતું. હવે, સાત વર્ષ પછી, ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની માતાનું પણ અવસાન થયું છે. મનીષ મલ્હોત્રા બોલીવુડના નંબર વન ડિઝાઇનર છે. બધા બોલીવુડ સ્ટાર્સ તેમના ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. દર્શકો પણ તેમના ડિઝાઇનર કપડાંને પસંદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments