E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : બોલિવૂડથી બિઝનેસ સુધી આ અભિનેત્રીએ બનાવી પોતાની ઓળખ, એક વર્ષમાં...

Entertainment : બોલિવૂડથી બિઝનેસ સુધી આ અભિનેત્રીએ બનાવી પોતાની ઓળખ, એક વર્ષમાં 40 કરોડની ફેશન બ્રાન્ડ

ભારતીય અભિનેત્રીએ લાંબા સમયના સંઘર્ષ અને મીડિયા તપાસ પછી પોતાના માટે એક નવી ઓળખ બનાવી છે. બોલિવૂડથી દૂર રહી, માત્ર એક વર્ષમાં પોતાની ફેશન બ્રાન્ડ “Chapter 2 Drip” દ્વારા 40 કરોડનું મૂલ્ય ધરાવતું સફળ સ્ટાર્ટઅપ ઉભું કર્યું છે.

2020 ભારતમાં માટે એક અસાધારણ રીતે મુશ્કેલ વર્ષ સાબિત થયું હતું. કોવિડ-19 મહામારી, અનેક દિગ્ગજ કલાકારોના અવસાન અને ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુએ સમગ્ર દેશને ગમગીન બનાવ્યો હતો. આ ઘટનાના બાદ રિયા ચક્રવર્તી મીડિયા ટ્રાયલના કેન્દ્રમાં આવી ગઈ હતી અને તેને ભારે ટીકા તથા આરોપોનો સામનો કરવો પડ્યો. લાંબા સમય સુધી ચાલી રહેલા માહોલના કારણે તે થોડા સમય માટે બોલિવૂડથી દૂર હતી અને તે બાદ ફરી તે જોવા મળી હતી એક શો દ્વારા

રિયાએ સૌથી પહેલાં પોતાનો પોડકાસ્ટ “Chapter 2” શરૂ કર્યો, જે તેને એક નવી કાર્યક્ષેત્રમાં શરુઆત સાબિત થઇ. અહીંથી પ્રેરણા લઈને, તેણે તેના ભાઈ શોમિક ચક્રવર્તી સાથે મળીને “Chapter 2 Drip” નામે ફેશન લેબલ લોન્ચ કર્યું. એક અહેવાલ અનુસાર, બ્રાન્ડનો મુખ્ય વિચાર “નવી ઓળખ અને નવી શરૂઆત” પર આધારિત છે. રિયા માને છે કે જીવનના કઠિન અનુભવો જ તેના બ્રાન્ડની સૌથી મોટી શક્તિ બની.

બ્રાન્ડનું ઓનલાઈન લોન્ચ ઑગસ્ટ 2024માં થયું હતું. કિશોર બિયાની અને અશ્ની બિયાનીએ સ્ટાર્ટઅપમાં ₹1 કરોડનું સીડ રોકાણ કર્યું, જેનાથી બ્રાન્ડને ઘણી ઝડપથી વિકસવાનો માર્ગ મળ્યો. માત્ર એક વર્ષથી પણ ઓછા સમયમાં Chapter 2 Dripનું મૂલ્યાંકન લગભગ ₹40 કરોડ સુધી પહોંચી ગયું. જે કોઈપણ નવા ફેશન બ્રાન્ડ માટે અસાધારણ સિદ્ધિ કહેવાય.

ઓનલાઈન સફળતા પછી બ્રાન્ડે મુંબઈના બાંદ્રામાં તેનો પહેલો ઓફલાઈન સ્ટોર શરૂ કર્યો. સ્ટોરમાં ₹5,500 સુધીના એસિડ-વોશ ડેનિમ અને ₹2,500 સુધીની ટી-શર્ટ્સ ઉપલબ્ધ છે, જે ખાસ કરીને Gen-Zને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. સર્વપ્રથમ રિયા સ્ટોર ખોલવા વિશે સંકોચમાં હતી, કારણ કે બાંદ્રાના લિંકિંગ રોડ પરનું ભાડું અને અન્ય ખર્ચો ખૂબ ઊંચો છે. પરંતુ તેના ભાઈના વિશ્વાસે તેને આ પગલું ભરવા પ્રેરિત કર્યું.

રિયાના મતે, ફિઝિકલ સ્ટોરથી તે પોતાના ગ્રાહકો સાથે સીધો સંપર્ક બનાવી શકે છે, તેમની પ્રતિભાવ સમજી શકે છે અને બ્રાન્ડની આસપાસ એક કમ્યુનિટી ઉભી કરી શકે છે—જે ફક્ત ઓનલાઈન ન કરી શકાય.

રિયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાલમાં તેનો બોલિવૂડમાં પાછા ફરવાનો કોઈ વિચાર નથી. ઉદ્યોગસાહસિકતાની યાત્રાએ તેને વધુ સ્થિરતા, શાંતિ અને નિયંત્રણ આપ્યું છે. જોકે 2020ના ઉથલપાથલભર્યા સમયથી એકદમ વિપરીત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments