બોલીવુડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. દેશભરના ફેન્સ માટે આ દુઃખદ સમાચાર આવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને મુંબઈની કેન્ડી બ્રીચ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ 92 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે તેમનું અવસાન થયું છે.
આશા ભોંસલે, જેઓ બોલીવુડના પ્રખ્યાત ગાયિકા અને લતા મંગેશકરના બહેન છે. 8 સપ્ટેમ્બર 1933ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા આશા ભોંસલેના પિતા દીનાનાથ મંગેશકર પણ અભિનેતા હતા અને માતા શિવાંતી મંગેશકર ગૃહિણી હતા. તેમને ત્રણ બહેનો અને એક ભાઈ છે, જેમાંથી લતા મંગેશકરનું અવસાન થયું છે. આશા ભોંસલેએ બે લગ્ન કર્યા છે. પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ તેમણે આર.ડી. બર્મન સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે – એક પુત્રી અને બે પુત્રો. પુત્રી વર્ષા, જે પત્રકાર હતી, તેણે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે પુત્ર હેમંત ભોંસલેનું કેન્સરથી નિધન થયું છે. એક પુત્ર આનંદ ભોંસલે છે. આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે પણ એક ગાયિકા છે.

આશા ભોંસલેએ પોતાની કારકિર્દીની શરૂઆત 1943માં મરાઠી ગીતથી કરી હતી, ત્યારબાદ હિન્દી ગીત ‘સાવન આયા’ ગાયું હતું. તે પછી આશા ભોંસલેએ અનેક સુપરહિટ ગીતો આપ્યા જે આજે પણ લોકો સાંભળે છે. લતાજી આશા ભોંસલેને ખૂબ માન આપતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેની કુલ સંપત્તિ (Asha Bhosle Net Worth) ₹80 કરોડથી ₹100 કરોડની વચ્ચે છે.
તેમની આવકમાં સંગીત ઉપરાંત બિઝનેસનો પણ મોટો હિસ્સો છે, ખાસ કરીને તેમની Asha’s નામની રેસ્ટોરન્ટ ચેઈન, જેના દુબઈ, કુવૈત અને યુકે સહિત વિદેશોમાં 14થી વધુ આઉટલેટ્સ છે. ઉપરાંત, મુંબઈના દક્ષિણ વિસ્તારમાં આવેલું તેમનું આલીશાન ઘર અને અન્ય શહેરોમાં કરોડોની કિંમતની મિલકતો પણ તેમની સંપત્તિમાં સમાવેશ થાય છે. તેઓ મુખ્યત્વે ગીતોની રોયલ્ટી, બિઝનેસ પ્રોફિટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કમાણી કરે છે. જેના કારણે તેઓ ભારતના સૌથી અમીર ગાયકોમાંના એક છે. તેમણે આ તમામ સંપત્તિ તેમની પ્રતિભા અને સંગીતના માધ્યમથી મેળવી છે, જેમાં 12,000 થી વધુ ગીતો, આંતરરાષ્ટ્રીય સંગીત કાર્યક્રમો અને રોયલ્ટીનો સમાવેશ થાય છે.


