E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? સોશિયલ મીડિયામાં...

Entertainment : મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

મલાઈકા અરોરા પર્સનલ લાઈફને લઈને ફરી ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપયોગકર્તાને લાગી રહ્યું છે કે અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ મલાઈકા હવે આગળ વધી છે. તેવામાં મિસ્ટ્રી મેન સાથે મલાઈકાનો એક ફોટો રેડિટ પર વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને નેટિજન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? જોકે, ફોટો વાઈરલ થતાં એક્ટ્રેસે સ્પષ્તા કરી છે.

રેડિટ માધ્યમનો ઉપયોગ કરતાં એક વ્યક્તિએ મલાઈકાનો મિસ્ટ્રી મેન સાથેનો એક ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈકાનું વેલેન્ટાઈન? 14 ફેબ્રુઆરીએ ટ્રેવી ફાઉન્ટેન પર મલાઈક અરોરાને તેના બોયફ્રેન્ડ સાથે સ્પોટ કરવામાં આવી…’ ફોટોમાં પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન સામે મલાઈક સાથે મિસ્ટ્રી મેન સેલ્ફી લેતો દેખાય છે. આ તસવીર મામલે કેટલાક યુઝર્સનું કહેવું છે કે, આ કોઈ એક પીઆર સ્ટન્ટ હોય શકે છે. જોકે, ફોટોને લઈને મલાઈકાએ કોઈ રિએક્શન આપ્યું નથી.

ગત વર્ષે મુંબઈમાં એક કોન્સર્ટમાં સામેલ થયા બાદ મલાઈકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં તે એક વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળી હતી. આ વીડિયો ક્લિપ બાદ મલાઈકાની રિલેશનશીપને લઈને અનેક અફવાહ ચગી હતી. જેમાં કેટલાક ઈન્ટાગ્રામ યુઝર્સે દાવો કર્યો હતો કે, મલાઈક સાથે દેખાયેલો વ્યક્તિ 33 વર્ષીય ડાયમંડ મર્ચન્ટ હર્ષ મહેતા છે. જોકે, આ દાવાની કોઈ પુષ્ટિ થઈ ન હતી.

આ વર્ષની શરૂઆતમાં નમ્રતા ઝકરિયા શૉમાં એક ચેટ દરમિયાન મલાઈકાએ મિસ્ટ્રી મેન પર પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, “લોકોને વાત કરવી ગમે છે. જો તમે કોઈની સાથે જોવા મળો છે, તો તે ચર્ચાનો મોટો વિષય બની જાય છે. હું ખરેખર બિનજરૂરી રીતે વાતચીતને વેગ આપવા માંગતી નથી. મારો વિશ્વાસ કરો… જ્યારે પણ હું બહાર જાવ છું ત્યારે કોઈપણ જૂના મિત્ર, પરિણીત દોસ્ત, મેનેજર હોય કે કોઈપણ, હું તરત તે વ્યક્તિ સાથે જોડાઈ જાવ છું. અમે હસીમજાક કરીએ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments