ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત અને પ્રિય યુગલોમાંના એક રવિ દુબે અને સરગુન મહેતા પણ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. લગ્નના 12 વર્ષ પછી આ કયુટ કપલના ઘરે પારણું બંધાશે.
બોલીવુડમાં ભારતી સિંહ, ગૌહર ખાન અને સોનમ કપૂર સહિતની અભિનેત્રીઓએ ચાહકોને ખુશખબર આપી છે કે તેઓ બીજી વખત માતા બન્યા છે. હવે ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રખ્યાત અને પ્રિય યુગલોમાંના એક રવિ દુબે અને સરગુન મહેતા પણ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. લગ્નના 12 વર્ષ પછી આ કયુટ કપલના ઘરે પારણું બંધાશે.

સરગુન અને રવિ હવે ગર્ભાવસ્થાની અફવાઓને કારણે આજે સમાચારની હેડલાઈન બન્યા છે. હાલમાં આ કયુટ કપલ તેમના શો “જુલિયટ જટ્ટ દી” ના પ્રમોશન માટે રિયાલિટી શો બિગ બોસ 19 માં આવ્યા હતા. સરગુન પ્રેગનન્ટ હોવાની આ શો બાદ અફવા શરૂ થઈ હતી. હાલમાં બંનેને હોસ્પિટલની બહાર જોવા મળતા ચાહકોએ અનુમાન લગાવ્યું કે આ કપલ ટૂંક સમયમાં કોઈ સારા સમાચારની અપેક્ષા રાખી શકે છે. જોકે, આ દંપતીએ હજુ સુધી આ અફવાની પુષ્ટિ કરી નથી. રવિ અને સરગુન મહેતા ટીવી સીરીયરલમાં અભિનય કરવા ઉપરાંત પોતાની પ્રોડકશન કંપની પણ ખોલી છે. તેમના નિર્માણમાં બનેલ ડ્રામા સુપરહિટ થયો. જેના બાદ ઇન્ડસ્ટ્રીમાં લોકો આ કપલને લકી માનવા લાગ્યા છે.
રવિ અને સરગુનની પ્રેમકથા વિશે વાત કરીએ તો, તેઓ પહેલી વાર “12/24 કરોલ બાગ” ના સેટ પર મળ્યા હતા અને અહીંથી જ તેમની પ્રેમકથા શરૂ થઈ હતી. આ સિરિયલમાં, તેઓએ એક ઓનસ્ક્રીન કપલની ભૂમિકા ભજવી હતી. તેમનો ઓનસ્ક્રીન રોમાંસ ટૂંક સમયમાં વાસ્તવિક જીવનના પ્રેમમાં પરિણમ્યો, જોકે તેઓએ લાંબા સમય સુધી તેમના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. ત્યારબાદ રવિએ “નચ બલિયે 5” દરમિયાન સરગુનને પ્રપોઝ કર્યું અને તેઓએ 7 ડિસેમ્બર, 2013 ના રોજ લગ્ન કર્યા. રવિ દુબેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ, રામાયણમાં રણબીર કપૂર અને યશ જેવા દિગ્ગજ સ્ટાર સાથે જોવા મળશે. અભિનેતા પોતે પણ આ ફિલ્મને લઈને ઉત્સુક છે.


